માતા-પિતા એ દીકરી ના લગ્ન માં દીકરી ની હાથી ની અંબાડી પર શોભાયાત્રા કાઢી અને સમાજ ને એવો સંદેશ આપ્યો કે…
દેશ માં ધામધૂમ થી લગ્ન ની સીઝન ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખુબ જ વ્યસ્ત થયેલા છે. એવા માં સુરેન્દ્દ્રનગર ના વઢવાણ માં એક યુવતી ના લગ્ન માં તેના માતા-પિતા એ જે રીતે દીકરીના લગ્ન કરાવ્યા તે જોઈ ને લોકો પણ માતા-પિતા ના વખાણ કરી રહ્યા છે. વઢવાણ ના શિવનગર સોસાયટી માં રહેતા નટુભાઈ પરમાર અને હંસાબહેન પરમાર ની દીકરી ભારતી ના લગ્ન 20 મેં 2022 ના રોજ હતા.
નટુભાઈ અને હંસાબહેન ને સમાજ માં દીકરીઓ માટે જે જૂની પુરાણી માન્યતાઓ છે તેને દૂર કરવા સમાજ ને એક સંદેશ આપ્યો હતો. ભારતી ના લગ્ન માં પિતા એ ભારતી ને હાથી પર બેસાડી ને તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાથી પર એક પોસ્ટર લગાડવામાં આવ્યું હતું. જેમાં લખેલું હતું કે, દીકરીને ભણાવો, દીકરી ને અધિકાર આપો. અને સમાજ ને એક સુંદર સંદેશ આપ્યો હતો.
ભારતી ના રાસ ગરબા માં ભારતી નો ઘોડા પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ બધું ભારતી માટે પણ નવું હતું. ભારતી ની જયારે હાથી પર શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે તેના હાથ માં કલમ હતી. અને હાથી પર ડો.બાબાસાહેબ નો ફોટો લગાડવામાં આવ્યો હતો. ભારતી કહે છે કે તેમના પિતા એ નાનપણથી જ તેમની અને તેમના ભાઈ વચ્ચે કોઇ ભેદભાવ રાખેલો નથી. ભાઈ કરતા પણ તેમને પિતા એ વિશેષ રાખી હતી.
ભારતી ની માતા ની ઈચ્છા હતી કે તેની પુત્રી ના રાસ ગરબા દરમિયાન તેની એન્ટ્રી ઘોડા પર કરવામાં આવે. અને તેમને તેમ જ કર્યું હતું. આમ આ દંપતી એ સમાજ માટે એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકાર પણ આજે દરેક જગ્યા પર દીકરી ને માટે ઘણું બધું કરે છે. તો સમાજ ની પણ પણ ફરજ છે કે દીકરી ને પણ દીકરા ની જેમ જ હક મળતા રહે.