India

વાલીઓ ની ઊંઘ ઉડાડતો બનાવ ! બાળક ને ક્યારેય એકલા ના મુકવા. 7-વર્ષ ના બાળક સાથે જે ઘટના બની તે જોઈ ધ્રુજી ઉઠશે, જુઓ

Spread the love

સોશિયલ મીડિયા ઉપર ક્યારેક ક્યારેક ચોકાવનારા વિડિયો સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક નાના બાળકો રમત રમતમાં એવી ઘટનાનો ભોગ બનતા હોય છે કે જોઈને લોકોના હૃદય ધ્રુજી ઉઠતા હોય છે. રમત રમતમાં બાળકો ક્યારેક મોટા મોટા ટાંકામાં પડી જતા હોય છે અથવા તો રોડ રસ્તામાં મોટા મોટા ખાડામાં પણ પડી જતા હોય છે. જેના બાદ તેને બચાવવા ખૂબ મુશ્કેલ થઈ જતા હોય છે.

એવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. ઘટના મધ્યપ્રદેશના દમોહ માંથી સામે આવે છે. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ પોતાના ઘરના ફળિયામાં બે બાળકો રમી રહ્યા છે. એવામાં એક બાળક કે જેની ઉંમર માત્ર સાત વર્ષની છે. તે બાળક ઘરના ફળિયામાં આવેલા ટાંકાની ઉપર ચડે છે. અચાનક બાળક ટાંકાની અંદર પડી જાય છે.

એવામાં ફળિયામાં રમી રહેલો અન્ય બાળક તરત તેની પાસે જાય છે અને રાડો દેકારા પાડવા લાગે છે. બુમા બુમ સાંભળીને પરિવારના લોકો બહાર આવે છે. સાત વર્ષનો બાળક અચાનક ટાંકામાં પડી જતા અન્ય બાળક અને પરિવાર જનો ના હૃદયના ધબકારા પણ વધી ગયા પરંતુ બાળકને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યું હતું. બચાવ કરનાર પવન નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે જો થોડું મોડું થયું હોત તો બાળક મોતને ભેટી પડ્યો હોત.

તો સાત વર્ષનો અર્નવ સહી સલામત બહાર આવી ગયો હતો. અન્ય બાળકે બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો બહાર આવ્યા. જેમાંથી પવન નામના વ્યક્તિએ ટાંકામાં પડેલા બાળકને કહ્યું કે ટાંકામાં રહેલા પાઇપને પકડી લે અંદર રહેલો બાળક જરા પણ ગભરાયો નહીં અને તેને ટાંકામાં રહેલા પાઇપને પકડી લીધો હતો. ત્યારબાદ પવને દોરી બાંધીને પોતે ટાંકાની અંદર ઉતરે છે અને બાળકનો બચાવ કરી લે છે. વાલીઓ માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *