પાટણ- મામા ના દીકરા એ ભરબજારે ફઈ ના દીકરા ને ઢાળી દીધો. છેલ્લા એક વર્ષ થી બંને વચ્ચે..વાંચો કરુંણ ઘટના.
ગુજરાતમાંથી રોજબરોજ હત્યા, લૂંટ, ચોરી વગેરેના અનેક બનાવો સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતમાં ક્યારેક એકબીજાનું ખૂન કરી બેસતા હોય છે. પણ હાલ જે ઘટના સામે આવી છે. તેમાં તો મરવા વાળા પણ પોતાના જ અને મારવાવાળા પણ પોતાના જ હતા. એટલે કે એક મામાના દીકરાએ તેના સગા ફોઈની દીકરાનું ખૂન કરી નાખ્યું હતું.
વધુ વિગતે જાણીએ તો, પાટણ જિલ્લાના વેરાઈ ચકલા વિસ્તારમાં ગુરુવારે આ ઘટના બની હતી. સવારે 9:00 વાગ્યાની આજુબાજુ મામા ફઈના દીકરા વચ્ચે મોટો ઝઘડો થયો હતો. અને અંતે ઉશ્કેરાઈ ગયેલા મામાના દીકરાએ ફઈના દીકરાનું ચાકુ મારીને ખુન કરી નાખ્યું હતું. જાણવા મળ્યું કે છેલ્લા એક વર્ષથી મામા ફઈ ના દીકરા વચ્ચે ઝગડો હતા. જે અંતે ખૂનમાં પરિણમ્યો. મૃતક પ્રકાશ પટણી કે જે રીક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.
મૃતક પ્રકાશભાઈ ને બે બાળકો છે જેમાં પુત્ર ધોરણ છ માં ભણે છે અને પુત્રી ધોરણ પાંચમાં ભણે છે. છેલ્લા એક વર્ષથી ચાલતા ઝઘડામાં ગુરુવારે સવારે 9:00 વાગે જ્યારે મૃતક પ્રકાશભાઈ પોતાની રીક્ષા લઈને વર્ધી માટે નીકળ્યા હતા. ત્યારે ચકલા વિસ્તારમાં તેના મામાના દીકરા સાથે ખૂબ બોલાચાલિ થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા મામાના દીકરાએ તેને રીક્ષા ની અંદર જ ના ઘા માર્યા હતા. જે બાદ પ્રકાશભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ને ત્યાં ખડે પગે કરી દેવામાં આવી હતી. જેથી કોઈ આગળ મોટી ઘટના ન સર્જાય. મૃતક પ્રકાશભાઈ ના માતા ખૂબ આક્રદ સાથે રડી રહ્યા હતા. માતાએ ચાર લોકો સામે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં પ્રકાશભાઈ ના મામા રમેશ કરશનભાઈ પટણી, તેના પુત્ર વિશાલ પટણી, રોહિત પટણી અને રાજેશ પટણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આમ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચાર મચી જવા પામી હતી. હજુ સુધી શા માટે ઝઘડો થયો હતો તેનું કારણ જાણવા મળ્યું નથી. આગળ તો પોલીસ કાર્યવાહી થયા પછી જ ખ્યાલ આવી શકે છે કે આ સમગ્ર ઘટના ક્યા કારણોસર બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!