પઠાણ ફિલ્મ નો વિરોધ વકર્યો ! રાજભા ગઢવી બાદ માયાભાઇ આહીરે આપ્યું નિવેદન કહ્યું કે, ક્યુ લૂંગડું ક્યાં, જાણો વિગતે.
આપણા ગુજરાતમાં લોક ડાયરા ખૂબ જ મોટા પ્રમાણમાં યોજવામાં આવતા હોય છે. ગુજરાતમાં યોજાતા લોક ડાયરામાં ક્યારેક ગૌશાળા ના લાભાર્થે પણ ડાયરાઓ યોજવામાં આવતા હોય છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે અને રૂપિયાઓનો વરસાદ કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી આપણા ગુજરાતમાં પઠાણ ફિલ્મનો વિરોધ ચાલી રહ્યો છે. જેમાં થોડા સમય પહેલા રાજભા ગઢવીએ પઠાણ ફિલ્મ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું.
ફરી લોક ડાયરા ના કલાકાર એવા માયાભાઇ આહિરે પણ પઠાણ ફિલ્મ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને સ્ટેજ ઉપર થી પઠાણ ફિલ્મ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. બોલીવુડમાં અનેક ફિલ્મ આવતી હોય છે જેમાં ક્યારેક લોકોની લાગણી દુભાતી હોય તેવા સીન બેસાડવામાં આવતા હોય છે અથવા તો એવા કપડાઓ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જેનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે.
પઠાણ ફિલ્મમાં પણ કંઈક આવું જ દર્શાવવામાં આવેલું છે. જેમાં ભગવા રંગનો ઉપયોગ કરીને અમુક એવા દ્રશ્ય બતાવવામાં આવેલા છે કે જેના લીધે ગુજરાતમાં રહેલા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ રહી છે. એવામાં હાલમાં વાપીમાં 51 શક્તિપીઠ મંદિર અને ગૌશાળા ના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં ડાયરા ના કલાકાર માયાભાઈ આહીર અને લોકગાયીકા ગીતાબેન રબારી ઉપસ્થિત થયા હતા.
લોકોએ ડાયરા નો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. ત્યારે લોક કલાકાર માયાભાઈ આહીરે પઠાણ ફિલ્મ બાબતે સ્ટેજ ઉપર થી નિવેદન આપ્યું હતું કે ફિલ્મવાળા એ પણ જોવું જોઈએ કે ક્યુ લુગડું કયા સારું લાગે અને લોકો ની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ. છેલ્લા ઘણા સમયથી પઠાણ ફિલ્મ ને લઈને બોયકોટ પણ ચાલી રહ્યું છે અને આડકતરી રીતે માયાભાઈ આહીર એ પણ બોયકોટને સમર્થન આપ્યું હતું.
તો ગીતાબહેન રબારીએ પણ નાની એવી ટિપ્પણી કરી અને કહ્યું હતું કે લોકો ની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ. આમ એક પછી એક ડાયરા ના કલાકારો પણ પઠાણ ફિલ્મ અંગે નિવેદનો આપતા રહે છે. હિન્દુ ધર્મના અનેક લોકો આ પઠાણ ફિલ્મનો વિરોધ કરીને તેને બોયકોટ કરવાની માંગ પણ કરી રહ્યા છે. આમ ધીરે ધીરે ગુજરાતમાં પઠાણ ફિલ્મને લઈને વિરોધ સતત વકર્યા કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!