પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી ને પોતાના બાળપણ નો પ્રેમ અને પતિ સાથે કર્યું એવું કે જોતા તમને પણ…..

મિત્રો આમતો પતિ પત્ની નો સંબંધ એક જન્મ નહિ પરંતુ સાત સાત જન્મનો ગણાય છે લગ્ન વખતે પતિ પત્ની ગમ્મે તેવી પરીસ્થીમાં એક બીજા ની સાથે રહેવાનું અને આવનાર દરેક સમસ્યા નો સામનો એક સાથે કરવા વચન આપે છે. પરંતુ શું તમે જાણો છો કે અત્યાર ના સમય માં ઘણા લોકો એવા પણ છે કેજે આવા પવિત્ર સંબંધ ને બગાડી નાખ્યા છે. આપણે ઘણા લોકો જોયા છે કે જેઓ લગ્ન બાદ એવા કર્યો કરી બેસે છે જેને કારણે સૌ કોઈ આશ્ચર્ય અનુભવે છે. આપડે અહીં એક એવાજ કિસ્સા વિશે વાત કરવાની છે.

મિત્રો ઘણા ગુનેગારો ગુના કરે છે અને પોતાનું નામ ન આવે તે માટે સબૂત મિટાવવાની કોસીસ કરે છે પરંતુ કહેવાય છેકે ગમ્મે તેટલો હોશિયાર ગુનેગાર કોઈ ને કોઈ ભૂલ કરીજ બેઠે છે જેને કારણે પોલીસ તેને પકડી પાડે છે. આપડે અહીં એક એવા બનાવ વિશે વાત કરશું કે જ્યાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાનાજ પતિ ને મારી નાખ્યો છે. આ ઘટના ઈંદોર ની છે.

આ વાત અહીં રહેતા આકાશ અને તેમની પત્ની વર્તિકા ની છે આકાશનું મૂળ વતન ઉજ્જેન છે પરંતુ કોરોના ના કારણે તે ઈંદોર નોકરીની શોધમાં આવ્યો હતો અહીં તે એક કોલસેન્ટર માં નોકરી કરતો હતો. જયારે તેની પત્ની દેવાસ માં એક ખાનગી હોસ્પિટલ માં નર્સ તરીકે કામ કરતી હતી. તેને અહીંના નર્સિંગ હેડ મનીષ સાથે પ્રેમ થયો. તે બંને ના આ સંબંધ અંગે આકાશ ને જાણ થઇ ગઈ ત્યારે આકાશે તેનો વિરોધ કર્યો જેને કારણે આકાશને રસ્તેથી હટાવવા મનીષ અને વર્તિકા એ કાવતરું ઘડ્યું.

13 ઓક્ટોબર ના દિવસે જયારે આકાશ તેની પત્ની વર્તિકા ને ઈંદોર થી દેવાસ મુકવા એલ આઈ જી ચોકડી પાસે જઈ પાછો ફરી રહ્યો હતો ત્યારે પોલો ગ્રાઉન્ડ પાસે તેની આંખમાં મરચું છાંટીને બદમાશ લોકો તેના પર તૂટી પડ્યા અને તેને છરીના ઘા મારવા લાગ્યા આ ઘા ત્યાં સુધી માર્યા કે જ્યાં સુધી આકાશ ની મૃત્યુ ના થઇ ગઈ. ત્યાર બાદ આ બદમાશો પોલીસ ને ચકમો આપવા ઉજ્જેન ના એક ગામ સુધી જઈને પરત ફર્યા.

આ બનાવ અંગે પોલીસ ને જાણ થતા તેમણે આ બદમાશ અંગે તાપસ શરુ કરી તેમના અંગે માહિતી મેળવવા માટે પોલીસે 90 જેટલા સીસીટીવી કેમેરા ની તાપસ કરી જેમાં બે વ્યક્તિ કે જે બાઈક પર સવાર હતા તેમના મોઢા નજરે પડ્યા ત્યાર બાદ પોલીસે આ બે વ્યક્તિઓ ની તપાસ શરૂ કરી જેમાં તેઓ ઉજ્જેન પાસેના વિસ્તાર ના રહેવાસી તરીકે તેમની ઓળખ થઇ. ત્યાર બાદ પોલીસે આ બે વ્યક્તિ અને મનીષ સાથે પુછ પરછ કરી જેમાં હત્યા અંગે નો સમગ્ર ભેદ ઉજાગર થઇ ગયો.

હાલ પોલીસે આકાશ ના મૃત્યુ ના મામલે તેમની પત્ની વર્તિકા અને મનીષ સહીત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે તમને જણાવી દઈએ કે આકાશ અને વર્તિકા લગ્ન હજી 2020 માંજ થયા હતા. તે લોકો એ પ્રેમ લગ્ન કાર્ય હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *