પાવાગઢ ભક્તો માટે સારા સમાચાર માતા ના મંદિર સુધી પહોંચવું થશે સાવ સરળ…જાણો વિગતે.
51 શક્તિપીઠો માનું એક ગુજરાત માં આવેલું પાવાગઢ મહાકાળી માતા નું મંદિર ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર છે. દરરોજ હજારો ભક્તો માતા ના દર્શન કરવા આવે છે. લોકો ની બધી મનોકામના મહાકાળી માં પુરી કરે છે. ભક્તો માટે હવે માતા ના મંદિરે પહોંચવું સહેલું થશો. માતા નું મંદિર ડુંગર પર આવેલ છે. ભક્તો માટે પહેલા પગથિયાં ની જ સુવિધા હતી. બાદ 350 પગથિયાં સુધી રોપવે ની સુવિધા કરવામાં આવી અને ત્યારબાદ ભક્તો ને ચડીને જવું પડતું હતું. પણ હાલ માં માતા ના મંદિર સુધી લિફ્ટ ની સુવિધા ભક્તો ને મળે તેવી વિચારણા ચાલી રહી છે.
કેબિનેટ મંત્રી માં માર્ગ અને પરિવહન મંત્રી એવા પુર્ણેશભાઈ મોદી એ જણાવ્યું કે, પાવાગઢ ના મંદિર નું આખી કાયાપલટ કરવા માં આવશો. ભક્તો સીધા માતા ના મંદિરે લિફ્ટ મારફતે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે મંદિર ની બાજુમાં આવેલા 210 ફૂટ ના ડુંગર ને કાપીને તેમાં ખોદકામ કરીને ત્યાં લિફ્ટ ની સુવીધા ઉભી કરવામાં આવશે. સાથે સાથે ડુંગર પર હેલિપેડ અને વોક વે ની પણ સુવિધા કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે લિફ્ટ નો ચાર્જ પણ લઘુતમ રાખવામાં આવશે. જેથી સામાન્ય માણસો આનો લાભ લઇ શકે. મંદિર સાથે સંકળાયેલ અમુક આગેવાનો આને સાવ નિઃશુલ્ક રાખવાની ભલામણ કરવા રજૂઆત કરશો. પર્વત ની અંદર ખોદકામ માટે ની ટેન્ડરિંગ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જો લિફ્ટ નું કામ સફળતા પૂર્વક પૂર્ણ થાય ત્યો ભક્તો માત્ર 40 સેકન્ડ માં જ મંદિર સુધી પહોંચી જશો. લિફ્ટ માં મિનિમમ 12 વ્યત્કિઓ બેસી શકે તેવી સુવિધા ની વાત ચાલી રહી છે.
અત્યાર સુધીમાં 121 કરોડ ના ખર્ચે પાવાગઢ ના બે ફેજ ના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. અને હવે આશરે 130 કરોડ ના ખર્ચે વધુ સુવિધા કરવામાં આવશો. અત્યારે શ્રધ્ધાળું માટે 350 પગથિયાં રોપ વે દ્વારા પહોંચવામાં માત્ર 7.5 મિનિટ નો જ સમય લાગે છે. જો લિફ્ટ નું કાર્ય સફળતાપૂર્વક થશો તો ભક્તો માતા ના મંદિરે સુધી ખુબ જ ઝડપથી પહોચી જશો. પાવાગઢ માં માતા ના મંદિર માટે દેશ ના અલગ અલગ રાજ્યો માંથી પણ ઘણા ભક્તો દર્શન માટે આવે છે.