પાવાગઢ- કિંજલ દવે ના કાર્યક્રમ મા થયો ડખો ! બેકાબુ ભીડે ખુરશીઓ ઉડાડી કરી તોડફોટ, જુઓ વિડીયો.

કાલે વર્ષનો છેલ્લો દિવસ હતો. લોકો 31 ડિસેમ્બર ની પાર્ટી કરવામાં મશગુલ હતા. એવામાં પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલા પંચમહોત્સવમાં લોકગાયિકા કિંજલ દવેનો પર્ફોમન્સ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ પર્ફોમન્સ વચ્ચે દર્શકોએ મોટી ધમાલ મચાવી દીધી હતી અને ચાલુ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ વડે તોડફોડ મચાવવામાં આવી હતી.

વધુ વિગતે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના એકમાત્ર મનોરંજન પૂરો પાડતો ઉત્સવ એટલે પંચમહોત્સવ. પંચમહાલ જિલ્લાના તંત્ર દ્વારા ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી પાવાગઢ ખાતે આ પંચમહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. પંચમહોત્સવનો કાલે છઠ્ઠો દિવસ અને છેલ્લો દિવસ હતો. પાંચ દિવસથી ચાલી રહેલા પંચમહોત્સવમાં કોઈ સારો એવો પ્રતિસાદ ન મળતા છેલ્લા દિવસે લોકગાયિકા કિંજલ દવેના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અને એવામાં દર્શકોને એન્ટ્રી પણ ફ્રી આપવામાં આવી હતી. જેના લીધે મોટી સંખ્યામાં લોકો કિંજલ દવેના કાર્યક્રમનો લહાવો લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ કિંજલ દવે ના કાર્યક્રમમાં પહોંચેલા લોકો કાર્યક્રમ મા એટલા મસગુલ થઈ ગયા અને એટલા બધા પાગલ થઈ ગયા કે ખુરશીઓ ઉપાડી ઉપાડીને તોડી નાખી હતી અને ઉહાપોહ મચાવ્યો હતો કે ત્યારબાદ પોલીસ તંત્રને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસ તંત્રએ લાઠીચાર્જ કરતા ભીડ કાબુ માં આવી હતી અને કિંજલ દવે નો શો બંધ કરી દેવામાં આવ્યો હતો.

કિંજલ દવેને અડધો શો મૂકીને પાછું ફરવું પડ્યું હતું. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમ પણ કિંજલ દવેનો જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં તેના ચાહકો ઉપસ્થિત થતા હોય છે. એવામાં તંત્ર દ્વારા ની સુલ્ક એન્ટ્રી આપવામાં આવતા મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી અને લોકો કાર્યક્રમમાં મશગુલ થઈ જતા બે કાબુ ભીડ થઈ ચૂકી હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા ભારે જહેમત બાદ ભીડને કાબુમાં કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *