ટીવી સિરિયલ ની આ અભિનેત્રી દયાબેન ના પાત્ર માટે છે પરફેક્ટ. પરંતુ આ કલાકારે એવો મોટો ખુલાસો કર્યો કે…
ભારત ના દરેક ઘર માં પ્રખ્યાત કોમેડી સિરિયલ એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ સીરિયલ દરેક ભારતીય લોકો નું ખુબ જ મનોરંજન પૂરું પાડે છે. આ સીરિયલ માં આવતા કલાકારો દરેક લોકો નાં પ્રિય છે. જેમાં દયા અને જેઠા નું પાત્ર તો લોકો ને સૌથી પ્રિય છે. છેલ્લા ઘણા સમય થી દયાબેન સીરિયલ માં આવતા જ નથી. અને હવે તો તે પણ ફાયનલ થઈ ગયું છે કે દયાબેન નો રોલ કરનાર દિશા વાકાણી હવે સીરિયલ માં પાછા ફરવાના નથી.
વધુ વિગતે જાણવા મળ્યું હતું કે, દયાબેન નું પાત્ર કરનાર દિશા વાકાણી ને સ્થાને કોઈ નવા કલાકાર દયાબેન બની ને સીરિયલ માં એન્ટ્રી લેશે. આ માટે નવા કલાકારો નાં ઓડીશન પણ ચાલી રહેલા છે. એવામાં એક ટીવી સીરિયલ ની ફેમસ અભિનેત્રી નું નામ સામે આવ્યું છે કે તે દયા બહેન બની ને સીરિયલ માં એન્ટ્રી લેશો. જે અભિનેત્રી નું નામ સામે આવ્યું છે તે બીજી કોઈ નહિ પરંતુ, ‘હમ પાચ’ સીરિયલ ની ફેમસ અભિનેત્રી ” રાખી વીજન” છે.
હાલ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા જોવા મળે છે કે રાખી વીજન દયાબેન બનીને સીરિયલ માં એન્ટ્રી લેશે. પરંતુ એક ઇન્ટરવ્યૂ આપતા રાખી વિજને કહ્યું કે આ વાત સાવ અફવા છે કે તે દયાબેન ના પાત્ર માટે રોલ કરવાની છે. તે કહે છે કે એને પણ નથી ખબર કે તે દયાબેન બની ને તારક મહેતા સીરિયલ માં કામ કરશે. આ બાબતે રાખી વીજને સોશિયલ મીડિયા માં પોસ્ટ કરી ને કીધું કે આ વાત તદન અફવા છે. રાખી એ વધુ માં જણાવ્યું હતું કે આ વાત અફવા છે પરંતુ દરેક કલાકારો ની ઈચ્છા હોય કે દયાબેન નું પાત્ર તે ભજવે.
આ બાબતે રાખી વીજન ને પૂછવામાં આવ્યું કે, જો તમને દયાબેન નો રોલ મળે તો તમે શું કરો ? જેના જવાબ માં રાખી વીજને એ કહ્યું કે, તે પોતે તો કુદરતી રીતે કોમેડી કરે છે. તે જો દયાબેન નું પાત્ર કરે તો તે પાત્ર તેના માટે પડકારજનક સાબિત થાય. પરંતુ તેના માટે દયાબેન નું પાત્ર કરવું અઘરું નથી. તેણે કહ્યું કે દયાબેન નું આયકોનિક રોલ કરવો કોને પસંદ ના હોય. તેણે કહ્યું કે તેને કોમેડી રોલ કરવા ખૂબ જ ગમે છે. અને તારક મહેતા ની સીરિયલ પણ તેને ખૂબ જ પ્રિય છે.
રાખી વીજને સોશિયલ મીડિયા મારફતે તેની દિશા વાકાણી સાથે ની એક કોલેજ પિક બનાવી અને લખ્યું કે, નમસ્કાર આ એક અફવા છે. આ વાત જાણી ને મને પણ આશ્ચર્ય થાય છે કે તે દયાબેન નો રોલ કરવાની છે. આ બાબતે તેને સીરિયલ વાળા તરફથી કોઈ જ સંપર્ક કરવામાં આવ્યો નથી. આ વાત ને તેણે નકારી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.