ખજુરભાઈ સાથે મીનાક્ષી દવે ની તસવીરો આવી સામે ! મીનાક્ષી દવે ની સુંદરતા નો કોઈ જવાબ નહિ, જુઓ ખાસ તસવીરો.
આપણા ગુજરાતમાં યુવાન સમાજ સેવા કરતા વ્યક્તિ એટલે નીતિનભાઈ જાની કે જેને લોકો ખજૂર ભાઈના નામથી ઓળખે છે. થોડા મહિનાઓ પહેલા નીતિનભાઈ જાનીએ મીનાક્ષી દવે સાથે સગાઈના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. હવે દિવસે ને દિવસે મીનાક્ષી દવે અને ખજૂર ભાઈની અનેક તસવીરો સામે આવતી જાય છે અને લોકોને ખૂબ પસંદ આવતી હોય છે.
ખજૂર ભાઈ ના માતા એ મીનાક્ષી દવેને જોતા જ તેના પિતા પાસે મીનાક્ષી દવેનો હાથ તેના પુત્ર ખજૂરભાઈ માટે માંગ્યો હતો અને મીનાક્ષી દવેના પરિવાર માટે આ એક સ્વપ્ન સમાન હતું અને તેના પિતાએ તરત હા પાડી દીધી હતી. હાલમાં મીનાક્ષી દવે તેના instagram એકાઉન્ટ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં મીનાક્ષી દવે અને નીતિનભાઈ જાની બંને સુંદર લાગી રહ્યા છે.
બંનેના લુક ની વાત કરવામાં આવે તો તસવીરોમાં જોઈ શકાય છે તેમ મીનાક્ષી દવે એ યલો કલરના લહેંગો અને ગ્રીન અને યલો કલરની સ્ટાઈલ નો દુપટ્ટો પહેર્યો છે. તો નીતિનભાઈ જાનીએ ગ્રીન કલરની શેરવાની પહેરી છે. બંને આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે તેમ નીતિનભાઈ જાની તેની મંગેતર મીનાક્ષી દવેના કાનમાં કંઈક કરી રહ્યા છે જેની વાત સાંભળીને મીનાક્ષી દવે અને ખજૂર ભાઈ હસી રહ્યા છે.
અત્યાર સુધીમાં આ તસવીરોને હજારો લોકોએ લાઈક કરી લીધી છે અને શેર પણ કરી રહ્યા છે. ખજૂર ભાઈ ની વાત કરવામાં આવે તો તે તેના કાર્યથી કોઈ દિવસ થાકતા નથી અને દિવસેને દિવસે અનેક લોકોના ઘરો અને ગરીબોની સેવા કરતા જોવા મળે છે. youtube માં પણ તે દિન પ્રતિદિન વિડીયો મુકતા જ રહે છે. ગરીબોની સેવામાં ખજૂર ભાઈ અને તેની ટીમ હંમેશા પ્રથમ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!