આ છે ભારતની તાકાત! તિરંગો બન્યો જીવતા રહેવાનું લાઇસન્સ પાકિસ્તાન સહિતના વિદેશી વિધાર્થીઓએ યુક્રેનથી બહાર નીકળવા તિરંગાનો સહારો લીધો દરેક ને ભારતીય હોવા પર ગર્વ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વિશ્વ સ્તર પર શું પરિસ્થિતિ ચાલી રહી છે જ્યાં એક તરફ આખા વિશ્વ પર હજુ કોરોના ની બીમારીનો ખતરો છે તેવામાં હવે દુનિયા વિનાશ તરફ આગળ વધી રહી હોઈ તેવું લાગે છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 7 દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ સંઘર્શ ચાલી રહ્યો છે અને આટલા દિવસો માં આ યુદ્ધ બંધ થવાને બદલે વધુ આક્રમક બની રહ્યું છે. અમેરિકા સહિતના યુરોપીય દેશોની ઉશ્કેરીમાં આવીને યુક્રેને રશિયા સાથે યુદ્ધ તો શરુ કર્યું પરંતુ હવે યુક્રેનના હાલ બેહાલ જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છીએ એ યુદ્ધના પહેલા દિવસથી જ રશિયા યુક્રેન પર ઘણું હુમલાવર છે તેવામાં હવે રશિયાની નજર રાજધાની કિવ પર છે અને આ માટે રશિયા મોટી અને અંતિમ કાર્યવાહી કરે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર રશિયાએ પોતાની 40 માઈલ લાંબી મિલિટ્રી બટાલિયન આધુનિક હથિયાર અને શાસ્ત્રો સરંજામ સાથે કિવ ની નજીક સુધી પહોંચાડી દીધા છે તેવામાં હવે લાંબા સમય સુધી કિવ રશિયા સામે ટકી શકે તેમ નથી.

એક પછી એક યુક્રેનના અનેક વિસ્તારો પર રશિયા પોતાનો કબ્જો કર્યો છે અને આવે આવનાર થોડા સમયમાં જ આખા યુક્રેન પર રશિયા પોતાની પકડ બનાવી લે તો તેમાં કોઈ નવીન નથી. કારણકે જે રીતે છેલ્લા 24 કલ્લાક માં રશિયા દ્વારા યુક્રેન પર હુમલા તેજ કરવામાં આવ્યા છે તેના કારણે લાગે છે. પુતિન હવે જલ્દી કિવ ને પણ મોસ્કો સાથે જોડવા માંગે છે. આ બધાની વચ્ચે યુદ્ધના કારણે યુક્રેની આમ જનતા ઘણી પરેશન છે અને ખાસ તો યુક્રેનમાં ફસાયેલા ભારતીય છાત્રો પણ ઘણા પરેશાન છે.

જણાવી દઈએ કે એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં લગભગ 5 લાખ યુક્રેની લોકોએ પોતાનો દેશ છોડી ને આસપાસ ના દેશમાં શરણ લીધી છે. હાલમાં યુક્રેનની હાલત ઘણીજ ખરાબ છે ખાવા પીવાની વસ્તુઓ પણ હવે ખાલી થવા લાગી છે. તેવામાં કાલે જ ભારત માટે પણ માઠા સમાચાર આવ્યા હતા કે ગોળીબારીમાં એક ભારતીય વિધાર્થી નું મૃત્યુ થયું હતું. પરંતુ હાલમાં ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓ ને પરત લાવવા ઘણી મહેનત કરી રહી છે. ” ઓપરેશન ગંગા ” અંતર્ગત અનેક ભારતીયો ને યુક્રેન માંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.

એક અહેવાલ મુજબ યુક્રેનમાં આશરે 20 હજાર ભારતીયો ફસાયેલા છે જે પૈકી 4 હજાર જેટલા ભારતીને ભારત પરત લાવવામાં આવ્યા છે જયારે 12 હજાર જેટલા ભારતીઓ એ યુક્રેન છોડીને આસપાસ ના દેશમાં પહોંચી ગયા છે કે જ્યાંથી તેમને સુરક્ષિત ટૂંક સમયમાં પરત લાવવામાં આવશે. પરંતુ હજી પણ જે થોડા લોકો છે તેમને તુરંત યુક્રેનથી લાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે હાલમાં આ યુદ્ધ વચ્ચે ભારતીય તિરંગા ની તાકાત સામે આવી છે. અને દરેક ભારિત ને પોતાના અને પોતાના દેશ પર ગર્વ થાય તેવી માહિતી સામે આવી છે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા ભારત ના પીએમ મોદી અને રસિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ફોન પર વાત થઇ હતી જેમાં પુતિને જણાવ્યું હતું કે તેઓ ભારતીઓ ને બહાર કાઢવામાં મદદ કરશે તેમણે વાહનો પર તિરંગા લગાવવા કહયું કે જેથી રશિયાની સેના તે વાહનો ને સુરક્ષિત રીતે જવા દેશે અને લોકોને બહાર નીકળવા મદદ કરશે. તેવામાં એક તરફ જ્યાં ભારત પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે પુરી મહેનત કરી રહ્યું છે તેવામાં અન્ય દેશી સરકારે તેમના લોકો ને પોતાના હાલ પર છોડી દીધા છે. જેને લઈને આપણે ઘણા અહેવાલ પણ સોશ્યલ મીડિયા પાર જોયા.

જો કે આ સમયે આ વિદેશી લોકો પણ યુક્રેનથી સુરક્ષિત રીતે નીકળવા માટે ભારત ની મદદ લઇ રહ્યા છે અને પોતાના વાહનો પર પોતાના દેશને બદલે ભારતનો તિરંગો લગાવી રહ્યા છે અને યુક્રેનથી બહાર નીકળી રહ્યા છે અનેક ભારતીય વિધાર્થીઓ પણ પ[પોતાના વાહનોમાં વિદેશી વિધાર્થીઓ ને બેસાડીને તેમને બોર્ડર સુધી પહોંચવામાં મદદ કરી રહ્યા છે. જેને લઈને પણ અનેક વિડિઓ જોવા મળે છે. હાલમાં યુક્રેનમાં તિરંગો જીવનનું લાઇસન્સ બની ગયું હોઈ તેવું લાગી રહ્યું છે. જો કે જણાવી દઈએ કે હાલમાં ભારત સરકારના ચાર મંત્રી પૈકી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી હંગેરી માં જયારે કિરન રિજિજૂ સ્લોવાકિયા માં અને વીકે સિંહ પોલેન્ડ જયારે જ્યોતિરાદિત્ય સિંધ્યા રોમાન્ય જેવા યુક્રેનના પાડોશી દેશોમાં છે અને ઓપરેશન ગંગા ને વધુ અસરકારક બનાવી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.