પ્રેમ આંધળો હોય છે, પેહલા સાંભળ્યું હતું આજે જોઈ પણ લીધું ! હોસ્પિટલની ડોક્ટરને હોસ્પિટલમાં ચા-પાણી આપતા ચપરાસી સાથે લગ્ન કર્યા….
વર્તમાન સમયમાં જો વાત કરીએ તો પ્રેમ કોઈ રૂપ-રંગ અથવા તો ગુણ જેવા લક્ષણો જોતું હોતું નથી. એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર અનેક એવી લવસ્ટોરી આપણી સામે આવતી જ રહે છે જેના વિશે જાણ્યા બાદ આપણા પણ હોશ ઉડી જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવી પ્રેમ કહાની લઈને આવ્યા છીએ જેના વિશે જાણ્યા બાદ થોડોક સમય તો તમે પણ આશ્ચર્ય જ થઇ જતો હોય છે.
તમે જોયું હશે કે વર્તમાન સમયમાં ઘણા એવા મોટા મોટા સુંદર તથા અમીર લોકો પણ કુંવારા રહી જતા હોય છે જ્યારે અમુક એવા દેખાવે ન સારા તેમ જ ગરીબ યુવકો પણ અમુક વખત ખુબ સુંદર છોકરી સાથે વિવાહ રચાવી લેતા હોય છે, આ પ્રેમ કહાનીએ પણ એવો જ કાંઈક રૂખમાં પરિવર્તન પામ્યું હતું અહીં બીજું કોઈ હોસ્પિટલની અંદર ડોક્ટરનું કામ કરી રહેલી યુવતીએ સફાઈ તથા ચા આપવાનું કામ કરતા યુવક સાથે આંખ મળી ગઈ હતી.
જણાવી દઈએ કે હોસ્પિટલના પટ્ટાવાળા સાથે આ MBBS ડોકટરે લગ્ન રચાવી લીધા હતા, તમને જણાવી દઈએ કે આ સ્ટોરી પાકિસ્તાનના એક યુગલની છે જેમાં ડોક્ટર કિશ્વર નામની આ મહિલા પોતાના જીવનસાથીના રૂપમાં એક શહજાદ નામના હોસ્પિટલના આ પટ્ટાવાળાના પ્રેમમાં પડે છે, એવામાં હાલના સમયમાં પ્રેમ કહાનીએ સોશિયલ મીડિયા પર તો જાણે માજા મૂકી હોઈ તેવી પરિસ્થિતિ બની ગઈ છે કારણ કે સૌ કોઈ આ પ્રેમ કહાનીને ખુબ વાંચી રહું છે અને પસંદ પણ કરી રહ્યું છે.
કશ્ચિર તથા શહજાદનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું જેમાં કશ્વિરે જણાવ્યું હતું કે તેને હોસ્પિટલમાં કામ કરી રહેલા શહજાદ ની સાદગી તથા તેની રહેણીકહેણી ખુબ વધારે પસંદ આવી હતી, એવામાં થોડાક દિવસ બાદ તેમની મુલાકાત થઇ જે બાદ કશ્વિરે શહજાદનો નંબર લીધો અને ધીરે ધીરે બંને વાતચીત કરવા લાગ્યા એવામાં થોડાક સમય બાદ જ કશ્વિરે પોતાના રૂમની અંદર જ શહજાદને પ્રપોઝ કરી દીધું હતું આવું જોયા બાદ શહજાદનું પણ માથું જ ચકરાય ગયું હતું.
શહજાદ કશ્ચિરને પસંદ તો કરતો હતો પરંતુ તેને આ પ્રપોઝલનો કોઈ ખાસ અંદાજો હતો નહીં આથી જ તે ચોકી ગયો હતો. આ બાદ શહજાદે કશ્ચિરનું પ્રપોઝલ એક્સેપટ કરીને લગ્ન કરી લીધા, હાલ કશ્વિરે પોતાનું હોસ્પિટલનું કામ છોડી દીધું છે કારણ કે તેની કોઈ મજાક ના ઉડાવે તે માટે થઇ ને. આ પ્રેમ કહાની વિશે તમારું શું કેહવું છે,કમેન્ટમાં જરૂર જણાવજો.