છેલ્લીવાર પ્રેમી-પ્રેમિકા એકબીજા ને ગળે મળ્યા કિસ કરી અને પ્રેમી એ 6-માળે થી લગાવી મોત ની છલાંગ, જુઓ વિડીયો.
રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા કરે છે. ક્યારેક પ્રેમ પ્રકરણમાં તો ક્યારેક પૈસાની લેતી દેતીમાં એકબીજા ની હત્યા કરી દેવામાં આવતી હોય છે અથવા તો કોઈ લોકો આત્મહત્યા કરી બેસતા હોય છે. એવી જ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાનના ભરતપુરમાં એક એવો યુવાને હોસ્પિટલમાં છઠ્ઠા માળે થી લગાવી મોતની છલાંગ.
આ ઘટના બુધવારના રોજ બની હતી. જેમાં જાણવા મળ્યું કે ૨૨ વર્ષનો ચંદ્રપાલ તેની પડોશમાં રહેતી પરિણીત મહિલાના પ્રેમમાં હતો. બંને પહેલા એક આશ્રમમાં કામ કરતા હતા અને આશ્રમમાંથી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. આશ્રમ વાળાને ખ્યાલ આવતા તે બંનેને આશ્રમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.
પરિણીત મહિલા કોઈ સારવાર બાબતે હોસ્પિટલમાં આવી હતી અને પરણિત મહિલા હોસ્પિટલના પાંચમાં માળે આવેલા મેડિકલ વોર્ડમાં દાખલ હતી. એ સમય 22 વર્ષનો ચંદ્રપાલ તેને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. પરણીત મહિલાના કોઈ સગા સંબંધી હાજર ન હોવાને કારણે બંને એકબીજાને મળ્યા બંને એકબીજાને મળતાની સાથે જ ગળે વળગી પડ્યા હતા. ત્યારબાદ યુવકે મહિલાને હાથ ઉપર કિસ પણ કરી હતી.
ત્યારબાદ તે યુવક હોસ્પિટલના છઠ્ઠા માળે ગયો અને આપઘાત કરી લીધો હતો. પ્રથમ નજરે હોસ્પિટલ ના સ્ટાફને લાગ્યું કે યુવક કદાચ ભૂલથી પડી ગયો હશે. પરંતુ ત્યારબાદ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા લોકોના પગ નીચેની જમીન સરકી પડી હતી અને આ આખી ઘટના બહાર આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!