વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માતા ‘હીરા બા’ 100-વર્ષ ની વયે દેવલોક પામ્યા નરેન્દ્ર મોદી અંતિમયાત્રા માં શામેલ, જુઓ તસવીરો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માતૃશ્રી હીરાબા 100 વર્ષની વયે દેવલોક પામ્યા છે. છેલ્લા બે દિવસથી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાની તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે અમદાવાદ શહેરની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હીરાબાની તબિયત અત્યંત નાજુક હોવાને કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અમદાવાદ ખાતે યુ એન મહેતા હોસ્પિટલમાં આવ્યા હતા અને તેના માતાના ખબર અંતર પૂછીને દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા હતા.
પરંતુ આજે સવારે 3:30 વાગ્યે હીરાબાએ અંતિમ શ્વાસ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં લીધા છે જેની માહિતી યુ એન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને એક અખબાર યાદીમાં જાણકારી આપવામાં આવી હતી. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થવાના છે. હીરાબાની અંતિમયાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત આવેલા ઘર પરથી 8:30 વાગ્યે નીકળવામાં આવવાની હતી.
પીએમ મોદી એ આ બાબતની માહિતી ટ્વિટ કરીને આપી હતી અને તેમણે લખ્યું હતું કે એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિ અનુભવી છે જેમાં એક તપસ્વીની યાત્રા નિ સ્વાર્થ કર્મયોગી નું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબંધ જીવનનો સમાવેશ થાય છે. વધુ વિગતે વાત કરીએ તો બે દિવસ પહેલા હીરાબા ને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેની જાણ થતા તેઓ દિલ્હીથી તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા હતા અને માતાની તબિયત ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ તે હોસ્પિટલમાં સવા કલાક રોકાયા અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ દિલ્હી જતા ની સાથે જ હીરાબાના મૃત્યુના સમાચાર આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી ગુજરાત આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માતાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ઘરે પહોંચ્યા હતા અને ભાવુક હદયે શ્રદ્ધાંજલિ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!