પ્રિયંકા ચોપરાએ પોતાના પરિવાર સાથે માણ્યું વેકેશન ! પોતાના પરિવાર સાથેની આ ખાસ તસવીરો શેર કરી…જુઓ તસ્વીર
પ્રિયન્કા ચોપરા હાલના સમયમાં એક એવું નામ બનાવી ચુકી છે કે તેને બૉલીવુડથી લઈને હોલીવુડ સુધીના તમામ લોકો તેને જાણતા થયા છે, બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તો પોતાનું સારું એવું નામ બનાવી જ લીધું હતું પરંતુ સાથો સાથ પ્રિયંકાએ હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું એક અનોખી છબી ઉભી કરી દીધી હતી. એવામાં હાલના સમયમાં પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે એક્ટિવ રહેતી હોય છે અને રોજબરોજની અનેક એવી તસવીરો શેર કરતી હોય છે.
એવામાં અભિનેત્રીએ પોતાના પરિવાર સાથે કરેલી ટુરની અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તે પોતાની દીકરી માલતી તથા પતિ નિક તેમજ અનેક પરિવારજનો સાથે દેખાય હતી.અભિનેત્રીએ પોતાની અનેક એવી તસવીરો શેર કરી છે જેમાં અમુક જગ્યાએ તે પોતાના પતિ નિક સાથે તો અમુક જગ્યાએ તે પોતાની સહેલી તમન્નાએ સાથે તસ્વીરમાં પોઝ દેતી નજરે પડી રહી છે, એટલું જ નહીં તેણે પોતાની દીકરી માલતીની પણ તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નિક તથા પ્રિયંકાએ પ્લેનની જગ્યાએ ટ્રેનની સફર કરવાનું પસંદ કર્યું હતું જે આ ખાસ તસ્વીરોમાં પણ જોઈ શકાય છે, તસ્વીરોમાં જોતા જણાય રહ્યું છે કે તેઓ પોતાની દીકરી મળતી તથા પરિવારજનો સાથે ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે, એટલું જ નહીં અમુક તસ્વીરોમાં માલતી ટ્રેન માંથી બહારનો નજારો લેતી જોવા મળી રહી છે, આવી તમામ તસવીરોને સોશિયલ મીડિયા ચાહકો દ્વારા ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે.
પ્રિયંકા ચોપરા અનેક વખત આવી નવી નવી તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી જ રહે છે, પ્રિયંકા ચોપરાએ બીજી અનેક તસવીરો પણબ શેર કરી હતી જેમાં જોવામાં આવી રહ્યું હતું કે માલતી પાણીની મજા લૂંટી રહી હતી જયારે બીજી ફ્રેમમાં તે પોતાના પિતા નિક સાથે હાથ પકડીને જતી જોવા મળી હતી. એવામાં પ્રિયંકાએ એવો પણ ફોટો શેર કર્યો હતો જેમાં તેની માતા અને તેની સાસુ એક સાથે જોવા મળી હતી અને આના કેપશનમાં તેને લખ્યું હતું કે ‘મેજીક ફેમિલી.’