સલામ છે ભાવનગરના આ પરિવારને! લગ્નના ચાંદલાનો કર્યો એવો ઉપયોગ કે લોકો ચોકી ગયાં! કંકોત્રીમા પણ…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો પોતાના સ્વાર્થ ને પહેલા જુએ છે લોકોની ઇચ્છા પોતાનું સારું થાય તેવી હોઈ છે. હાલમાં કોઈને પણ સમાજ સેવામાં રસ નથી પરંતુ સમાજ માં એવા પણ લોકો છે કે જેમના કામથી આપણ ને પણ થાય છે કે આ સ્વાર્થની દુનિયામાં હજુ માનવતા જીવિત છે.
આપણે અહીં એક એવા પરિવાર વિશે વાત કરવાની છે કે જેમણે સમાજ ને નવી દિશા આપી છે. તો ચાલો આપણે આ પરિવાર અંગે વધુ માહિતી મેળવીએ. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ના જીવન માં તેમના લગ્ન ઘણા મહત્વ ના હોઈ છે લગ્નને યાદગાર બનાવવા માટે લોકો ઘણો ખર્ચો કરે છે. અને અલગ અલગ થીમ પણ નક્કી કરે છે.
આ તમામ વસ્તુઓ પાછળ લોકો ખોટા ખર્ચા કરે છે પરંતુ આપણે અહીં એક એવા લગ્ન વિશે વાત કરવાની છે કે જેને અન્ય લોકોએ પણ અપનાવવા જોઈએ. આપણે અહીં ભાવનગર ના તણશા ગામમાં રહેતા ઉમાણી પરિવાર વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના લગ્ન કંકોત્રી માં અનોખી બાબત છપાવી છે અને લગ્નમાં આવેલા ચાંદલા નો ખાસ રીતે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
જો વાત આ લગ્ન અંગે કરીએ તો આ ગામમા રહેતા જાહિત ભાઈ ના મોટા પુત્ર ના લગ્ન હતા પરિવાર કોઈ ચાંદલો લેવાનું વિચારતૂ ના હતું. પરંતુ એવી વાત સામે આવી કે લગ્નમાં આવનાર લોકોને શું ગિફ્ટ આપવી જે બાદ લગ્નના ચાંદલા ને લઈને તેમણે અનોખો નિર્ણય લીધો.
પરિવારે લગ્ન કંકોત્રી પર છપાવ્યુ કે જેટલી રકમ લગ્નમાં ચાંદલા તરીકે આપવામાં આવશે તેટલી જ રકમ લગ્ન વાળો પરિવાર ઉમેર્શે એટલે કે ચાંદલા ની રકમ ને ડબલ કરી ને અન્ય આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં માં દાન કરી પુણ્ય કામ કરવું.