પુણે-નાસિક હાઇવે મરણચીસો થી ગુંજી ઉઠ્યો ! 17-મહિલાઓ ને SUV કારે કચડ્યા 5-મહિલા ના થયા ઘટના સ્થળે મોત તો અન્ય,
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેના કારણે અનેક લોકો મોતને ભેટી પડતા હોય છે. એવી જ એક ઘટના મહારાષ્ટ્ર પુણે નાસિક હાઇવેથી સામે આવે છે. જેમાં 17 મહિલાઓને એક એસયુવી કારે કચડી નાખતા પાંચ મહિલાઓના ઘટના સ્થળે મોત થયા તો 12 મહિલાઓને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
વધુ વિગતે ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના સોમવાર રાતના 11:00 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં જાણવા મળ્યું હતું કે એક પ્રસંગમાં રસોયા નું કામ કરીને ઘરે પરત ફરી રહેલી મહિલાઓ મધરાતે પોતપોતાનું કામ પતાવીને પુણે ની બસથી ઘરપૂડી ફાટક પર ઉતરી હતી. જેના બાદ તમામ મહિલાઓ પોત પોતાના ઘરે જઈ રહી હતી. રસ્તો ક્રોસ કરતાં સમયે પુણે તરફથી એક ફુલ સ્પીડમાં એસયુવી કાર આવી રહી હતી.
જે તમામ મહિલાઓ ઉપર ફરી વળી હતી. મહિલાઓને કચરી નાખતા 17 મહિલાઓ પૈકી પાંચ મહિલાના ઘટના સ્થળે મોત થયા તો અન્ય મહિલાઓને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો મહિલાઓની મદદ માટે પહોંચી ગયા હતા જેના બાદ મહિલાઓને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ આખી ઘટના બનતા એસીઓવી કારનો ડ્રાઇવર ફરાર થઈ ગઈ હતો. ઘટનાની માહિતી પોલીસને થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનેગાર ને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. આમ આ આખી ઘટના સામે આવતા રાતના સમયે પુણે નાસિક હાઇવે પર અફરાતફરી નો માહોલ સર્જાઇ ચુક્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!