ફિલ્મ જગત ને થયું મોટું નુકસાન એક ખૂબજ મોટા કલાકારે કહ્યા આ જગતને અલવિદા…

મિત્રો આપણે જાણીએ છીએ કે લોકો પોતાના જીવન માં કામ કાજ કરીને જ્યારે થાકે છે તેવા ક્ષણોએ તેઓ પોતાનો કામ નો બોજ ઓછો કરવા અને મનોરંજન મેળવવા માટે ફિલ્મ મોં જોવાનું પસંદ કરે છે. તેમ પણ આપણા દેશમાં એક નહીં પરંતુ ઘણી બધી અલગ અલગ ફિલ્મ ઉધ્યોગો છે. આવા ફિલ્મી ઉઘ્યોગો અલગ અલગ પ્રદેસો માટે હોઈ છે. આપણા દેશમાં ની તમામ ફિલ્મ ઉધોગો ઘણી જ ફિલ્મો નું નિર્માણ કરે છે જે ફક્ત દેશજ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણુંજ લોક પ્રિય બને છે.

તેવામાં મળતી માહિતી એ આવા ફિલ્મી ચાહકો ને દુઃખ પહોચાડે એવીજ છે. એક ઘણા જ મોટા ફિલ્મી કલાકારે આ દુનિયા અને તેમના ચાહકો ને અંતિમ અલવિદા કહ્યા છે મળતી માહિતી અનુસાર કન્નડ ફિલ્મના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું શુક્રવારે કસરત કરતી વખતે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું તેમના નિધનના સમાચાર મળતા આખા કર્ણાટક સહિત તેમના તમામ ચાહકોમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

હાલ તેમની અંતિમ વિધિ માટે તેમની પુત્રી ની રાહ જોવએ રહી છે તેમની દિકરી યુએસથી પાછા આવ્યા પછી શનિવારે બેંગલુરુમાં તેમના અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવશે. તેમને રાજ્કિય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. પુનીત રાજકુમારના પાર્થિવ દેહને તેમના ચાહકોના દર્શન માટે કાંતિર્વ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે.

જો વાત પુનીત રાજકુમાર અંગે કરીએ તો પુનીત પિતા ડૉ. રાજકુમાર અને માતા પર્વતમ્માના 5 બાળકો પૈકી સૌથી નાનો હતો. જો વાત તેમના પરીવાર અંગે કરીએ તો તેમના પરિવારમાં તેમની પત્ની અશ્વિની રેવંત સહિત બે પુત્રીઓ છે.

તમને જણાવી દઈએ કે તેમના પિતા રાજકુમાર દક્ષિણ ભારતીય સિનેમામા ઘણા જ પ્રખ્યાત હતા. તેઓ કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ અભિનેતા હતા. પુનીત હાલમાં ચેતન કુમારનો નવો પ્રોજેક્ટ જેમ્સ માટે શૂટિંગ કરી રહ્યો હતો.

જો વાત તેમના એકટિંગ કરિયર વિશે કરીએ તો તેમણે વર્ષ 1985માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે લગભગ 29 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને તેમના અભિનય માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. વળી તેમને ચાલીસુવા મોદગાલુ અને યેરાડુ નક્ષત્રગાલુ ફિલ્મોમાં તેમના અભિનય માટે તેઓને શ્રેષ્ઠ બાળ અભિનેતાનો કર્ણાટક રાજ્ય પુરસ્કાર મળ્યો છે.

તમને જણાવી દઈએ કે પુનીત રાજકુમાર 29 ઓક્ટોબર, શુક્રવારના રોજ પોતાના જીમમાં કસરત કરી રહ્યો હતો ત્યારે તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા અહીં આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી પણ ડોકટરોના ઘણા પ્રયત્નો છત્તા પણ તેઓ બચી શક્યા નહીં. તેમના નિધન અંગે માહિતી મળતા તેમના ચાહકો તેમના છેલ્લા દાર્શન કરવા માટે ઘણી મોટી સંખ્યા માં લોકો કાંતિર્વ સ્ટેડિયમ પહોંચ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *