5-વર્ષ ના પુત્ર અને 8-મહિના ની પુત્રી ને મૂકી દંપતી મૃત્યુ ને ભેટ્યા ! આપઘાત નું કારણ હજુ અકબંધ…
અવારનવાર આપઘાત થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકો ક્યારેક અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હોય છે. આપઘાત નો એક કેસ મધ્ય પ્રદેશ થી સામે આવ્યો છે. જ્યાં પતિ-પત્ની એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનો પાંચ વર્ષ નો પુત્ર અને 8-મહિનાની પુત્રી નોંધારી બન્યા છે. આપઘાત નું કારણ હજુ અકબંધ છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, મધ્ય પ્રદેશ ના રાયસેન માં રહેતા નવલ લોધી (36-વર્ષ) અને તેની પત્ની શિરોમણી લોધી (29-વર્ષ) બંને એ ઘર ના રસોડામાં ફાંસો ખાઈ લીધો હતો. નવલ ના માં રાત્રે અઢી વાગે ટોયલેટ જવા ઉભા થયા હતા. તે સમયે રસોડાની લાઈટ શરુ હતી. તો તેણે રસોડામાં જઈ ને જોયું તો પતિ ફાંસા પર લટકતો હતો. અને પત્ની નીચે પડી હતી.
દંપતી ને એક 5-વર્ષ નો પુત્ર છે અને માત્ર 8-મહિનાની પુત્રી છે. ઘરે બધા ભેગા થતા પુત્ર આમતેમ જોતો હતો. અને 8-મહિનાની પુત્રી ઘોડિયા માં છે. મૃતક ના ઘરે કે બને દંપતી વચ્ચે કોઈ ઝગડો હતો નહીં. મૃતક ના ભાઈ કમલસિંહ લોધી એ જણાવ્યું કે, રાત્રે તે લોકો એ જમવાનું લીધું. અને ભાઈ તેના બાળકો સાથે ધાબા પર હતા. પછી શું થયું કે, બને એ આપઘાત કરી લીધો.
ઘટના બાદ એડિશનલ એસ.પી. અમૃત મીણા અને એસ.ડી.ઓ.પી અદિતિ ભાવસાર અને કોતવાલી ટી.આઈ. આશિષ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારી ના જણાવ્યા મુજબ પહેલા પત્ની ફાંસા પર લટકી હતી. અને ત્યારબાદ પતિ ફાંસા પર લટકેલ છે. પોલીસે જણાવ્યું કે, મૃતક ના મોબાઈલ માંથી વોટ્સએપ અનઇન્સ્ટોલ ક્રેરલું છે. હજુ મૃત્યુ ના કારણ જાણવા મળ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!