જીવ જોખમ માં મૂકી ચાલતી ટ્રેને યુવતી એ એવી હરકત કરી કે, તે મરતા મરતા રહી ગઈ…જુઓ વિડીયો.
ભારત ના યુવાનો ખાસ તો ચાલતી ટ્રેને, ટ્રેન ના દરવાજા પાસે ઉભા રહી ને અલગ અલગ કરતબો દેખાડતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા હજારો વિડીયો જોવા મળે છે. જેમાં લોકો ચાલતી ટ્રેને કે પછી ચાલતી ગાડી કે કાર પર અનેક જાનલેવા સ્ટન્ટ કરતા નજરે પડે છે. યુવાનો થોડી પણ ચિંતા કર્યા વગર પોતાનો જીવ જોખમ માં મૂકે છે. અને ક્યારેક મોટી દુર્ઘટના માં સ્ટન્ટ કરતા મૃત્યુ પામતા હોય છે.
હાલ સોશિયલ મીડિયા પર એવો જ એક સ્ટન્ટ નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક છોકરી ચાલતી ટ્રેને એવી હરકત કરે છે કે, તેનો જીવ જતા જતા રહી ગયો હતો. વિડીયો માં જોઈ શકાય છે કે એક યુવતી ચાલતી ટ્રેને, ટ્રેન ના દરવાજા પાસે ઉભી છે. જેનો એક હાથ બહાર હવામાં લહેરાવે છે. અને બીજા હાથે દરવાજો થોભેલો છે. એવામાં એક બાજુ ના પાટા પર એક બીજી ટ્રેન આવી રહી હતી.
બાજુ માં આવેલી ટ્રેન અચાનક આવી અને તેની સ્પીડ પણ ખુબ જ હતી. જેવી ટ્રેન આવી કે યુવતી ડરી ગઈ. દરવાજો થોભેલો હાથ છૂટી ગયો. એવામાં એની પાસે એક દાદા ઉભેલા હતા. તેણે ઝડપથી હાથ પકડી લીધો. અને બીજા ની મદદ થી ભારે મહેનતે તેને અંદર ખેંચવામાં આવી. યુવતી અંદર આવતા જ લોકો ના ગુસ્સા નો ભોગ બને છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આવી અનેક ઘટના ચાલતી ટ્રેને થતી હોય છે. ક્યારેક મજાક માં ને મજાક માં લોકો જીવ થી હાથ ધોઈ બેસતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.