10-મહિના ની બાળકી ને મૂકી માતા એ નદી માં ઝંપલાવ્યું, પતિ પત્ની ને બચાવવા જતા જ બંને …કારણ માત્ર એટલું કે…
આજના જીવન માં લોકો નાની નાની એવી વાતો માં પોતાનો જીવ ગુમાવી બેસે છે. એવી એવી વાતો માં આપઘાત કરી બેસે છે કે, કોઈ એ વિચાર્યું પણ ના હોય. રાજસ્થાન ના જયપુર થી એક આપઘાત નો કીસો સામે આવ્યો છે. જેમાં પત્ની એ નદીમાં જંપલાવ્યું હતું. તો પતિ તેને બચાવવા નદીમાં કૂદી પડ્યો. પતિ નું પણ ડૂબવાથી મૃત્યુ થયું હતું. દંપતી ને માત્ર 10-મહિના ની પુત્રી છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, તરુણ કુમાર બિહાર ના પટના મેડિકલ કોલેજ માં સ્ટાફ નર્સ એ-ગ્રેડ માં સરકારી નોકરી કરતો હતો. અને તેની પત્ની મધુબાલા સુરતગઢ થર્મલ પાવર પ્લાન્ટ માં એન્જીનીયર ની પોસ્ટ પર હતી. બને અલગ અલગ રાજ્યો માં હતા. પરંતુ મહિના માં ચાર પાંચ વખત મળતા હતા. અને બને ને 10 મહિના ની પુત્રી છે. જાણવા મળ્યું કે તરુણ કુમાર ની પત્ની મધુબાલા સુરતગઢ થી જુયપુર ટ્રાન્સફર કરાવવા માંગતી હતી.
મધુબાલા નું ટ્રાન્સફર જયપુર થવાનું પણ હતું. પરંતુ તેના પતિ તરૂણ કુમાર ના મોબાઈલ માં કોઈ નો ફોન આવ્યો. કે જે મધુબાલા નું ટ્રાન્સફર જયપુર થઇ શકે તેમ નથી તે બાબતે હતો. મધુબાલા ને આ વાત ની ખબર પડતા તેને સીધો નદીમાં કૂદકો મારી દીધો. પતિ એ પત્ની ને બચાવવા નદી માં કૂદી પડ્યો. પરંતુ બને ના નદી માં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયા હતા.
આ ઘટના બાદ બંને ના પરિવાર માં 10-મહિના ની પુત્રી ની કસ્ટડી લેવા વાદવિવાદ ચાલી રર્હ્યો છે. મધુબાલા ના પરિવાર વાળા એ જ્યાં સુધી બાળકી ની કસ્ટડી ના મળે ત્યાં સુધી તેની પુત્રી ના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી. અને તરુણ કુમાર ના પરિવાર ના લોકો બાળકી ની કસ્ટડી આપવા તૈયાર નથી. બાદ માં બને પરિવાર ની વચ્ચે પોલીસ પડી અને વાત ને સાંભળી ને બંને ના અંતિમસંસ્કાર કરાવ્યા હતા. હજુ સુધી બાળકી ની કસ્ટડી નો વિવાદ ચાલુ જ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!