આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં પણ મોટાભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે. ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આપણા ગુજરાતમાં પણ ઘણા ખરા લોકો ખેતી સાથે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. હવે તો મહિલાઓ પણ આ ક્ષેત્રમાં ખૂબ જ આગળ નીકળી ગયેલા જોવા મળે છે. આપણા સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાંથી એક અનોખી પહેલ સામે આવી છે.
જેમાં માત્ર 10 પાસ મહિલાએ અમેરિકન ફૂડની ખેતી કરીને એક અનોખી પહેલ કરી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાનારવા ગામ માં રહેતા પાયલબેન કે જેવો માત્ર 10 પાસ છે પરંતુ તેઓને ખેતી ક્ષેત્રે જે સફળતા મેળવી છે તે ભાગ્યે જ કોઈ મેળવી શકે છે. જાણવા મળ્યું કે પાયલબેન ને અમેરિકન સુપર ફૂડ ખેતી કરવાનો વિચાર આવ્યો. આથી તેને ત્રણ વર્ષ પહેલાં પોતાના ખેતરમાં અમેરિકન સુપર ફૂડ નું ટ્રાયલ બેસ કર્યું હતું.
જેમાં તેણે અમેરિકાના સુપર ફૂડ એવા કીનોવાના નામના પાકનું વાવેતર કર્યું. જેમાં જમીન, વરસાદ, બિયારણ જેવી અનેક સમસ્યાઓ ઊભી થઈ અને ત્રણ વર્ષ સુધી સફળતા ના મળે. પરંતુ ત્રણ વર્ષને અંતે વર્ષ 2022માં તેઓને સો ટકા સફળતા મળી ગઈ અને આજે આ પાકમાંથી તેઓ ઘણા બધા પૈસા કમાવા લાગ્યા છે. પાયલબેન ને કહ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલા છે.
કે જ્યાંથી તેઓ નવા નવા રોપ વિશે જાણકારી મેળવતા હોય છે તે પરંપરાગત ખેતી સાથે રાગી, ઘસાવા જેવા અનેક પાકો ના વાવેતર માટે અખતરા કરતા હોય છે. એમાંનું એટલે અમેરિકાનું સુપરફૂટ કીનોવા શું છે આ કીનોવા એની વાત કરીએ તો, કીનોવા એક ધાન્ય પાક છે કે જેને આપણા દેશમાં અમુક લોકો અમેરિકન બાજરી તરીકે પણ ઓળખાવે છે.
સૌરાષ્ટ્રમાં હજુ સુધી કોઈ આ પાકનું વાવેતર કર્યું નથી પરંતુ પાયલબેન વાવેતર કર્યા પછી આ એક અનોખી પહેલ જોવા મળી છે. જેમાં કોઈ દવાની જરૂર પડતી નથી આથી આ ગાય આધારિત અને એક આર્ગોનિક ખેતી કહી શકાય છે. આપણા ભારત દેશના અને ગુજરાતના ખેડૂતો આજે વિદેશની પણ અનેક પ્રોડક્ટનું આપણા દેશમાં જ ઉત્પાદન કરતા જોવા મળે છે અને ખાસ કરીને હવે દેશને આત્મા નિર્ભર પણ બનાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!