હવામાન વિભાગની આગાહીથી ખેડૂત પરેશાન આવનારા ત્રણ દિવસોમાં આ પાંચ રાજ્યોમાં વરસાદ…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. તેવામાં વરસાદ પણ ઊભો રહેવાનું નામ નથી લેતો પહેલથી જ જ્યાં વરસાદ ની ઋતુમાં મેઘ મહેરામણ જોવા મળી હતી. તેવામાં વરસાદ શિયાળામાં પણ વર્ષી રહ્યો છે. જો કે આવા કમોસમી વરસાદ ના કારણે શિયાળા પાકને ઘણું નુકશાન થયું છે.
જણાવી દઈએ કે હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી ખેડૂતોની મુશ્કેલીઓ વધારી શકે છે. મિત્રો જણાવી દઈએ કે વરસાદે હજુ પણ વિદાય લીધી નથી. હવામાન વિભાગ દ્વારા આવનારા ત્રણ દિવસ માટે આ પાંચ રાજ્યો માં કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણા ઉપરાંત ચંદીગઢ તથા ઉત્તર રાજસ્થાનમાં આજે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત હવામાનમાં આવેલા ફેરફારને કારણે 24 જાન્યુઆરીથી વાતાવરણ ચોખ્ખું રહેવાની આશા છે. જો કે આ પહેલા કમોસમી વરસાદ જોવા મળશે.
જણાવી દઈએ કે દિલ્હી અને પંજાબ ઉપરાંત હરિયાણા, ઉત્તરપ્રદેશ સાથો સાથ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની આશંકા છે. આવો કમોસમી વરસાદ આવનારા દિવસો એટલે કે તારીખ 21, 22 અને 23 જાન્યુઆરીએ વરસાદની આશંકા છે. જો કે અગાઉ થયેલ કામોસમી વરસાદ ના કારણે શિયાળા પાકને ઘણું નુક્શાન થયું છે. તેવામાં આ આગાહીએ ખેડૂતો ની ચિંતા વધારી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.