હવામાન માં જોવા મળ્યો ફેરફાર જેના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ના આટલા વિસ્તરોમાં જોવા મળશે વરસાદ અને ઠંડીમાં થશે વધારો હવામાન વિભાગ…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ હાલમાં શિયાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં હાલ ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે. જો કે આગાઉ ચોમાસાની સીઝન પણ દેશ માટે ઘણી સારી સાબિત થઇ છે. આજ વખતે ચોમાસામાં વરસાદ મન મૂકીને વર્ષ્યો છે. જેના કારણે દેશ પરથી જળ સંકટ ઘણું હળવું બન્યું છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં વરસાદે દેશ માંથી સત્તાવાર રીતે વિદાય લીધી છે. છતાં પણ અરબ સાગર અને બંગાળ ની ખાડીમાં જોવા મળેલા લો પ્રેસર દબાણ વાળા વિસ્તાર ના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ જોવા મળે છે. તેવામાં હાલ લોકોને વરસાદ અને ઠંડી બંને સહન કરવા પડી રહ્યા છે.
તેવામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી લોકોની ચિંતા વધારી શકે છે. જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે આવનારા પાંચ દિવસોમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ના અનેક વિસ્તરોમાં વરસાદ પાડવાની સંભાવના છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલ ઠંડીનો પ્રકોપ છે જેના કારણે પહાડી વિસ્તરોમાં હિમ વર્ષા જોવા મળી રહી છે. જયારે વાત મેદાની વિસ્તાર અંગે કરીએ તો ઠંડીના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઠંડીમાં થયેલા વધારાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
આ ઠંડીના વધારાના કારણે આવનારા દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. વધુ ઠંડીના કારણે આવનારા દિવસોમાં ઝાંકળ પડી શકે છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીના વધારાનો આ દોર ફેબ્રુઆરી માસ સુધી જોવા મળશે જેના કારણે ઠંડી લોકોને ધ્રુજાવતી રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજ વખતે પડતી ઠંડી એ પાછલા બધા રેકોર્ડ ને તોડશે. આ ઉપરાંત ઠંડી સાથે વરસાદ પણ જોવા મળશે.
હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ આવનારા પાંચ દિવસોમાં દેશના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આવા વિસ્તારોમાં તામિલનાડુ અને પુડુચેરી ઉપરાંત કરાઇકલ અને કેરળ સાથો સાથ લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર માં પણ વરસાદ ની આગાહી છે. જયારે આવનાર બે દિવસ માં દક્ષિણ આંધ્રપ્રદેશ પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જો વાત ઠંડી અંગે કરીએ તો જણાવી દઈએ કે હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આવનારા પાંચ દિવસોમાં કાશમીર અને લદાખ ઉપરાંત ગિલગિત બાલિસ્તાન સાથો સાથ મુજફ્ફરાબાદ ના અનેક વિસ્તારોમાં હિમ વર્ષા પડી શકે છે.