રાજકોટ- બેફામ દોડી રહેલ સીટી બસે રીક્ષા ને ઓવરટેક કરવાના ચક્કર માં કરી દીધો ભયાનક અકસ્માત, જુઓ વિડીયો.

રોજબરોજ અકસ્માત ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. રસ્તા ઉપર દિવસ થી રાત દરમિયાન અનેક વાહનો ની અવરજવર થતી રહે છે. જેમાં ક્યારેક કોઈ વાહન ચાલક ની ભૂલ ના કારણે સામેવાળા વાહન ચાલક અફેટે આવી જતા હોય છે. રાજકોટ શહેર માંથી આવનાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે.

ફરી રાજકોટ શહેર માં બેફામ રીતે રસ્તા ઉપર દોડી રહેલી એક સીટી બસ એ એક બાઈક ચાલક ને અડફેટે લેતા બાઈક ચાલક હવામા પાંચ ફૂટ સુધી ફંગોળાયો હતો. આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જાણવા મળ્યું કે રાજકોટ શહેરમાં બપોર ના 3:47 વાગ્યા ની આજુબાજુ આનંદ બંગલા ચોક નજીક રસ્તા પર લોકો ની અવાર-જવર હતી.

એ દરમિયાન નવી શરૂ થયેલી ઇલેક્ટ્રીક બસ કે જેણે એક રીક્ષા ને ઓવરટેક કરવાના ચક્કર માં એક બાઈક ચાલક કે જે સામે થી આવતું હતું તેને અડફેટે લીધું હતું. બાઈક ચાલક ને સીટી બસે અડફેટે લેતાની સાથે જ બાઈક ચાલક હવામાં પાંચ ફૂટ સુધી ફંગોળાયો હતો જે બાદ ત્યાંથી અવરજવર કરતા અન્ય વાહન ચાલકો એ બાઈક ચાલક મદદ માટે આવ્યા હતા.

અને બેફામ રીતે દોડી રહેલી સીટી બસ ચાલક વિરુદ્ધ કડક માં કડક પગલા ભરાય તેવી માંગ ઉઠાવી રહ્યા હતા. સદ નસીબે યુવકને બહુ ગંભીર ઇજા ઓ થઈ ન હતી. માત્ર નાની મોટી ઇજા ઓ થવા પામી હતી. આમ આ ઘટના ના ફોટા અને વિડીયો સામે આવતા લોકો ચોકી ઉઠ્યા છે. આવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *