રાજકોટના ઉદ્યોગપતિની હત્યા કે આત્મહત્યા? શું છે સુસાઇડ નોટનો રાઝ ક્યાંછે છેલ્લું પાનું જેના પર શું લખ્યું છે?

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી જે રીતે લોકોની સહન શક્તિ માં ઘટાડો જોવા મળ્યો છે તેના કારણે આત્મ હત્યા ના બનાવો માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લોકો આર્થિક, પારિવારિક કે સામાજીક જેવા અનેક કારણોસર આત્મ હત્યા નું પગલું ભરે છે.

હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા પીધી ઉપરાંત ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

જો કે જણાવી દઈએ કે મહેન્દ્ર ફળદુએ આત્મ હત્યા કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી છે અને આ સુસાઇડ નોટને પ્રેસ નોટ તરીકે મીડિયા માં પણ આપી છે પરંતુ હાલમાં આ સુસાઇડ નોટ શંકા નું કારણ બની છે કારણ કે મહેન્દ્ર ફળદુ એ લખેલ સુસાઇડ નોટ કોમ્પ્યુટર માં લખવા આવેલ છે. પરંતુ આ સુસાઇડ નોટ નું ત્રીજું અડધું પાનુ હાથ વડે લખવામાં આવ્યું છે, જેને લઈને સવાલો ઉઠી રહ્યાં છે કે સુસાઇડ નોટમા લખવામાં આવેલ આ અક્ષરો કોના? મહેન્દ્ર ફળદુના કે અન્ય કોઇના?

આ ઉપરાંત એવું પણ અનુમાન છે કે આ સુસાઇડ નોટ ચાર પાનાની હતી પરંતુ ચાર પેજની સુસાઇડ નોટમાંથી એક પેજ ગુમ છે તેવી ચર્ચા ઉઠી છે. જો કે આ બાબત ગમ્મે તે હોઈ પરંતુ આમ અચાનક આત્મ હત્યા ની માહિતી મળતા મહેન્દ્ર ફળદુ ના પરિવાર પર દુઃખના વાદળો છવાઇ ગયા છે.

જો કે જણાવી દઈએ કે હાલમાં પોલીસ ટીમ આ સુસાઇડ નોટ ના ચોથા પાનાની શોધમા છે કે જેથી જાણી શકાય કે સુસાઇડ નોટ નું ચોથું પેજ ગુમ કરનાર કોણ છે ? ઉપરાંત આ ચોથા પેજમાં શું લખવામાં આવ્યું હતું? તેમા કંઈ કંઈ હસ્તીઓના નામ હતા? જો કે આ સુસાઇડ ને લઈને વધુ એક માહિતી પણ મળી રહી છે. જણાવી દઈએ કે પોલીસ ના જણાવ્યા અનુસાર મહેન્દ્ર ફળદુ 10 વાગ્યા પહેલા આપઘાત કર્યો હતો પરંતુ તેમની આ સુસાઇડ નોટ મીડિયાને મહેન્દ્રભાઈના પર્સનલ મોબાઈલમાંથી 11 વાગ્યા બાદ મળી હતી.

જેને લઈને હાલમાં પોલીસ દ્વારા આ ફોન ની તપાસ ચાલી રહી છે. જોકે હાલમાં થોડા સમય પહેલા જ મહેન્દ્ર ફળદુએ અમુક લોકો સાથે નાણાકીય વ્યવહાર કર્યો હતો જેને લઈને પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલી રહી છે. આત્મ હત્યા નાં આગલા દિવસે મહેન્દ્ર ફળદુએ કર્મચારીઓ ને બીજા દિવસે 10 વાગ્યા પછી આવવા કહ્યું હતું. જો કે આ દિવસે મહેન્દ્ર ફળદુ પોતે સવારના 8.30 વાગ્યે ઓફિસે જવા રવાના થયા હતા. અને આજે સવારે ઓફિસમાં ઝેરી દવા પી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

જાણકારી માટે જણાવી દઈએ કે મહેન્દ્ર ફળદુ રાજકોટ ના બિલ્ડર હતા. તેઓ ઝેબ્રા વુડઝ નામના પ્રોજેક્ટ પર આશરે 6-7 વર્ષથી કામ કરતા હતા. આ પ્રોજેક્ટમાં 175થી 200 ઘર બની રહ્યા છે. જેની બુકિંગ કિંમત હાલ 60થી 62 લાખ રૂપિયા છે. આ ઉપરાંત અન્ય એક પ્રોજેક્ટ કે જેનું નામ LGM પ્રોજેક્ટ છે તેના પર પણ મહેન્દ્ર ફળદુ આશરે 4 વર્ષથી કામ કરી રહ્યા હતા.

આ પ્રોજેક્ટ અંતર્ગત 1.21 કરોડની કિંમતથી વિક એન્ડ બંગલાનું બુકિંગ થઇ રહ્યું છે. જે પૈકી 140 બંગલો બનાવવામાં આવી રહ્યા છે. આ બંને પ્રોજેક્ટને લઈ ઘણા સમયથી મહેન્દ્ર ફળદુ ઘણા નિરાશ હતા. કારણકે આ પ્રોજેક્ટમાં તેમને જોઈતી સફળતા મળી નહોતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.