રાજકોટ- પૂર્વ પ્રેમી ના લગ્ન ના બીજા જ દિવસે પ્રેમિકા એ કરી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, જાણો આપઘાત નું કારણ.

ગુજરાત માં અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. એવો જ એક આપઘાત નો કેસ રાજકોટ થી સામે આવ્યો છે. જેમાં એક યુવતી એ આપઘાત કરી લીધો. યુવતી એ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જેમાંથી યુવતી ના આપઘાત નું કારણ જાણવા મળ્યું છે.

રાજકોટ ના નાણાવટી ચોક માં આવેલ હરસિદ્ધિ સોસાયટી માં રહેતી દિપાલી નામની યુવતી એ પોતાના ઘરે જ જીવન ટૂંકાવી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિપાલી નો સુનિલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ સુનિલ નું સગપણ પાટણવાવ માં રહેતી એક યુવતી સાથે થઈ ગયું. સુનિલ નું સગપણ થઇ ગયા બાદ દિપાલી સાથે ના સંબંધો નો અંત આવ્યો હતો.

સુનિલ ની સગાઇ થય હોવા છતાં વારંવાર દિપાલી ને ફોન કરી હેરાન કરતો અને દિપાલી સાથે સંબંધ રાખવાનું કહેતો હતો. સુનિલ ના તાજેતર માં જ લગ્ન થયા અને લગ્ન ના એક દિવસ બાદ જ દિપાલી એ આપઘાત કરી લીધો. દિપાલી ના માતા-પિતા બહાર લગ્ન માં ગયા હતા. તે દરમિયાન તેની એક પરિણીત બહેન અને એક ભાઈ ઘરે હતા આ દરમીયાન દિપાલી એ તેના રૂમ માં જય ને આપઘાત કરી લીધો હતો.

દિપાલી ના રૂમ માંથી એક સુસાઇડ નોટ મળી આવી. જેમાં દિપાલી એ લખ્યું હતું કે સુનિલ કુકડીયા એ તેને આપઘાત કરવા મજબુર કરી છે. સુનિલ તેને વારંવાર ગાળું દતો અને તેના માતા-પિતા ને પણ વારંવાર ગાળો આપતો હતો આવું સુસાઇડ નોટ મા લખેલું હતું. આ અંગે યુનિવર્સીટી પોલીસ ના પી-એસ-આય, આર.એસ.પરમાર સહીત નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દિપાલી ના પિતા એ સુનિલ કુકડીયા વિરૃદ્ધ ફરીયાદ દાખલ કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.