India

રોડ અકસ્માત માં ડોક્ટર નો પૂરો પરિવાર મોત ને ભેટ્યો. ઘટના ને સાંભળીને તમારું હ્રદય પણ કંપી જશે……

Spread the love

રાજ્સ્થાન માં રહેતા એક પરિવાર ના સભ્યો એક જ સાથે અકસ્માત માં મૃત્યુ પામવા ની ઘટના સામે આવી છે. એક જ પરિવાર ના સભ્યો મૃત્યુ પામતા તેમના પરિવાર ના માથે આભ ફાટે તેવી મહામુસીબત આવી પડી હતી. લોકો એકબીજા ને સંભાળી પણ શકવામાં સક્ષમ ન હતા તેની માતા ની આંખ માંથી આંસુ સુકાવાના નામ લેતા નથી.રાજસ્થાનના સીકરના ડોક્ટર સતીશ પુનિયાના પરિવારના સાત સભ્યોનું પંજાબમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

મંગળવારે સાંજે અકસ્માતનો ભોગ બનેલા ડૉક્ટર, તેમની પત્ની અને પુત્રના મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. ડોક્ટર અને તેની બહેનનો પરિવાર હિમાચલથી પરત ફરતી વખતે પંજાબમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. યુવકનો મૃતદેહ આવતા જ પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મંગળવારે ડૉક્ટર સતીશ કુમાર પુનિયા, તેમની પત્ની સરિતા અને પુત્ર દક્ષાના મૃતદેહને મૂળ ગામ ઠીકરિયા લાવવામાં આવ્યા હતા.

બધાને એમ્બ્યુલન્સમાંથી ઉતારીને ઘરના આંગણામાં રાખવામાં આવ્યા હતા. પોતાના બાળકોને આ હાલતમાં જોઈને પિતા આઘાતમાં ચૂપ થઈ ગયા. અકસ્માતના સમાચાર સાંભળીને ડો.સતીશની માતા રડી-રડીને બેભાન થઈ ગઈ હતી.ડોક્ટર ના પિતા માટે આ વાત માનવી મુશ્કિલ હતીં કે તેનો પરિવાર અકસ્માત માં ચાલ્યો ગયો છે. પિતા ની આંખો પુત્રવધૂ અને પૌત્રને જોઈને તેની આંખો ફૂલી જતી. પરિવારની હાલત જોઈને આસપાસના લોકો પણ પોતાને રોકી શક્યા નહીં અને અત્યન્ત દયનિય સ્થિતિ માં પરિવાર ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

માતાની આંખમાંથી આંસુ જ વહી રહ્યાં હતાં. સ્ત્રીઓ તેમને સંભાળવા માટે ખૂબ જ પ્રયત્ન કરતી રહી, પરંતુ પુત્રો અને બાળકોની હાલત જોઈને બધા અસ્વસ્થ થઈ ગયા.આમ પોતાના પરીવાર ને એક જ જાટકામાં તબાહ થતો જોઈ ને તેની માતા ના આંસુ સુકાતા નોતા. અને બધા ની અર્થીઓ એક સાથે ઉપડી હતી. અને તેના પરિવાર ના સદસ્યો અને બીજા લોકો એ તેને કાંધ આપી હતી. ડોક્ટર ના ભત્રીજા એ આ બધાને અગ્નિદાહ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *