ગુજરાત માં એક યુવતી સાથે થયો રેપ અને કરી ટ્રેનમાં આત્મ હત્યા માહિતી મળતા પરિવાર ના લોકો………
મિત્રો આપણે સૌ જણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી અમાનવીય કૃત્ય કારનાર લોકોના હોસલા જાણે વધી ગયા હોઈ તેવું લાગે છે. જેની પાછળનું કારણ લોકો દ્વારા હાલ થતા સંગીન અપરાધો છે. આપણે અવાર નવાર માનવતાને શર્મસાર કરી નાખે તેવી ઘટનાઓ જોતા અને સંભાળતા હોઈએ છીએ. જે પૈકી અમુક ઘટનાઓ લોકો પર ઘણી જ ઊંડી અસર કરે છે. આવા બનાવો બન્યા બાદ લોકોમાં રોષ ની લાગણી જોવા મળે છે. આવી જ એક અમાનવીય ઘટના રેપ છે.
રેપ કરનાર લોકો યુવતી સાથે જબરન શારીરિક સંબંધ બાંધવા માંગતા હોઈ છે તેમના આવા કૃત્ય ના કારણે એક યુવતીનું આખું જીવન નષ્ટ થઇ જાય છે રેપ થયા બાદ તેનો શિકાર બનેલ છોકરીની માનસિક હાલત એટલી હદે અસ્ત વ્યસ્ત થઇ જાય છે કે તે આ ઘટના અંગે પોતાના પરિવાર ના લોકો ને પણ જણાવી સકતી નથી આને આત્મ હત્યા જેવું ગંભીર પગલું ભરી બેસે છે. જો કે તેની પાછળ કંઈક ને કંઈક આપણે અને આપણી સિસ્ટમ પણ જવાબદાર છે.
કારણકે રેપ થયા બાદ સૌ કોઈ છોકરીઓ પર આંગળી ઉપાડે છે અને તે યુવતીએ કંઈક ખોટું કર્યું હોય તેવું લોકો દ્વારા તેને અહેસાસ અપાવવામાં આવે છે. જો કે રેપ ને લઈને થતી ફરિયાદોના નિરાકરણ માં ઘણો સમય લાગી જાય છે. જેના કારણે લોકોની સિસ્ટમ પર વિશ્વાસ ડગવા લાગે છે. જો કે છેલ્લા ઘણા સમયથી આવા કૃત્યો કરનાર લોકો ને ઘણી જ સખ્ત સજા આપવામાં આવે છે પરંતુ આવા કામો કરતા લોકો ના મનમાં ડર ઉપજાવવો જરૂરી છે. હાલ એક એવોજ બનાવ ગુજરાત માંથી સામે આવ્યો છે કે જ્યાં મહિલાએ રેપ બાદ ટ્રેનમાં આત્મ હત્યા કરી હતી.
જો વાત આ બનાવ વિશે વિસ્તારથી કરીએ તો આ બનાવ દિવાળીના સમય નો છે કે જ્યાં દિવાળીના તહેવારો માં એક પરિવાર પર કે જે તહેવાર ના કારણે હરખ માં હતા તેમના પર એકા એક દુઃખ ના વાદળો છવાઈ ગયા હતા કારણકે તેમની યુવાન દીકરીએ આત્મ હત્યા કરી હતી. જેની પાછળનું કારણ યુવતી સાથે થયેલ રેપને માનવામાં આવે છે,
તમને જણાવી દઈએ કે આ યુવતીનો મૃતદેહ વલસાડ રેલવે સ્ટેશન પર આવેલ ગુજરાત કવિન એક્ષપ્રેશ ના કોચ નંબર ડી 12 માંથી મળી આવ્યો હતો.આ ટ્રેન જયારે સવારે 4 વાગ્યા આસ પાસ સ્ટેશન પર પહોંચી ત્યારે સફાઈ કરવા ગયેલ એક કામદારને આ યુવતીનો મૃતદેહ મળ્યો તેને આ બાબત ની જાણ ઉપરી અધિકારી અને પોલીસ ને કરી હતી બાદમા પોલીસે યુવતી અંગે તાપસ શરૂ કરી હતી. તેના ફોન મારફત પરિવાર ને સંપર્ક કરવામાં આવ્યો અને તેમને ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.
પોલીસ ને યુવતીના ઘરેથી એક ડાયરી મળી હતી જેમાં યુવતીએ પોતાની આત્મ હત્યાનું કારણ પોતાની સાથે થયેલ રેપ ને ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ યુવતી વડોદરામાં એક કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી હતી. તેને પોતાની ડાયરીમાં જણાવ્યું કે ધન તેરશના દિવસે સાંજના સમયે તે પોતાના રૂમે પરત ફરિ રહ્યા હતા ત્યારે બે લોકો તેમનો પીછો કરતા હતા તેમણે આ બાબત ની જાણ પોતાની સાથે કામ કરતા એક કર્મચારીને પણ આપી હતી.
જો કે આ બંને વ્યક્તિ યુવતી ને ડરાવી ધમકાવીને એક મેદાનમાં લઇ ગયા અને વારાફરતી યુવતી સાથે ગૅંગ રેપ કર્યો. જેના પછી બંને લોકો ત્યાંથી ફરાર થઇ ગયા. યુવતીએ વધુમાં લખ્યું હતું કે એક બસ ડ્રાઈવર ની મદદથી તે પોતાના રૂમ સુધી પહોંચી હતી. પોલીસે આ તમામ વ્યક્તિઓ સાથે પૂછતાછ કરી અને આ બદમાશો અંગે માહિતી એકઠી કરવા લાગ્યા. દિવાળીના સમય માં યુવતી વડોદરાથી પોતાના ઘરે ટ્રેન મારફત જઈ રહી હતી ત્યારે તેણે ગળાફાંસો લગાવીને આત્મ હત્યા કરી હતી.
આ ઘટના બાદ પરિવાર માં શોક અને દુઃખ નો માહોલ છે તેમના જણાવ્યા અનુસાર યુવતી ભણવામાં ઘણી જ કુશળ હતી. અને એક સામાજિક સંસસ્થા સાથે પણ જોડાયેલ હતી જેનું કાર્ય આત્મ હત્યા નો પ્રયાસ કરનાર લોકો ને અને અન્ય લોકો આવું પગલું ના ભરે તે માટે સમજાવવાનું અને આવનાર મુસીબતોનો નીડર રીતે સામનો કરવાનું કાર્ય કરતુ હતું. પરંતુ આ યુવતીની આત્મ હત્યા બાદ અહીં પણ શોક છવાયેલ છે. જોકે મળતી માહિતી અનુસાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકો ને પકડવામાં આવ્યા છે.