આપણા ગુજરાતમાં ડાયરા નું મહત્વ ખૂબ જ હોય છે. નાના નાના કાર્યકમો ઉજવવાના હોય તો પણ ડાયરાઓ કરવામાં આવતા હોય છે અને આપણા ગુજરાતમાં ખાસ કરીને કલાકારો પણ એક થી એક ચડિયાતા જોવા મળે છે. એવા જ એક કલાકાર એટલે જીગ્નેશ કવિરાજ અને હાલમાં ગુજરાતમાં એક દિવ્યાંગ વ્યક્તિ કમો પણ ડાયરાના કાર્યક્રમમાં જોવા મળે છે. કમો અને જીગ્નેશ કવિરાજ એક સાથે પંચમહાલના ગોધરાના ઓરવાડા ખાતે યોજાયેલ ડાયરામાં જોવા મળ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ઓરવાડા ખાતે શ્રી ગુરુ શિવાનંદજી સેવા ટ્રસ્ટ તથા ઓરવાડાના ગ્રામજનો દ્વારા બાબા રામદેવજી તથા મહાસતી જસમા માતાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ગોધરાના સાંઈ ક્રિષ્ના ઇવેન્ટસ એન્ડ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ગ્રુપના સથવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડાયરાના જીગ્નેશ કવિરાજે ડાયરાની રમઝટ બોલાવી હતી અને કમા ની પણ ભવ્ય એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાઓના થઈને 10,000 થી વધુ લોકો ડાયરાની મજા માણવા આવ્યા હતા.આ કાર્યક્રમમાં જીગ્નેશ કવિરાજે રસીયો રૂપાળો ગીત ગાયું હતું ત્યારે લોકો અને કમો જુમી ઉઠ્યા હતા.
કમો પણ મન મૂકીને ડાન્સ કરતો હતો. સ્ટેજ ઉપર કમા ને ડાન્સ કરતો જોઈને લોકો એ કમા ઉપર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આમ મોડી રાત સુધી ગોધરા ના ઓરવાડા ના લોકો જૂમી ઉઠ્યા હતા. ગ્રામજનોએ ભારે મહેનત બાદ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકોને જુમાવી દીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!