હવે મહિલાઓ પણ દેશ માટે શસ્ત્રો ઉઠાવ્યા અને બની રણચંડી યુક્રેનનો સાહસ જોઈને સૌ કોઇ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં આખા વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે હાલમાં જ્યાં એક તરફ આખું વિશ્વ ચીનના કોરોના વાયરસ સામે લડી રહ્યું છે તો બીજી તરફ હવે રશિયા અને યુક્રેનના યુદ્ધથી આખા વિશ્વમાં નવો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે અમેરિકા અને નાટો દેશ ના ઉક્સાવ્વા પર યુક્રેન રશિયા સાથે લડવા તૈયાર તો થયું પરંતુ હવે આ યુદ્ધ માં રશિયા ની વિશાળ સેના સામે યુક્રેન એકલું પડી ગયેલ જોવા મળે છે જે વાત ની કબૂલાત યુક્રેન ના રાષ્ટ્રપતિ એ પણ કરી છે. જો કે યુક્રેન ભલે એકલું થયું હોઈ પરંતુ તેનો સાહસ અને જુસ્સો ઓછો થયો નથી.

જ્યાં રશિયા આસિનીથી યુક્રેન ની રાજધાની કિવ જીતવાનો દાવો કરતો હતો તેવામાં યુદ્ધના ચાર દિવસ વીતી ગ્યા હોવા છતા પણ રશિયા યુક્રેન પર નિયંત્રણ નથી મેળવી શક્યુ કે જે યુક્રેનનિ નિષ્ઠા અને દેશ પ્રેમ જ છે કે જે રશિયા ની વિશાળ સેના સામે ટકી રહેવામાં મદદ કરે છે.

એક તરફ રશિયા ના હુમલાથી યુક્રેન તબાહ થઈ ગયું છે તો બીજી તરફ યુક્રેન ના લોકો પોતાનો જીવ બચાવી ને ભાગી રહ્યા છે તેવામાં અમુક લોકો છે કેજે માતૃ ભૂમિ અને દેશ માટે પ્રાણ પણ નૌછાવર કરવા તૈયાર જોવા મળે છે. જેના કારણે હવે યુક્રેનની સામાન્ય જનતા પણ યુક્રેનની સેના સાથે યુદ્ધમાં જોડાઈ ગઈ છે. અને રશિયા ના હુમલાઓ નો જડબા તોડ જવાબ દઈ રહી છે જેને લઈને હાલમાં અમુક વ્યક્તિઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર યુક્રેનની બ્યૂટી ક્વીન અને પૂર્વ મિસ યુક્રેન રહી ચૂકેલા એનેસ્ટેસિયા લીનાએ યુક્રેન સેના સાથે જોડાઈને રશિયાને જવાબ આપવાનો નિર્ણય કર્યો છે તો યુક્રેનના મહિલા સાંસદ કિરા રુડિકે પણ હાથમાં કાલાશનિકોવ રાઈફલ ઉઠાવી લીધી છે.

એટલે કે હવે પોતાના રૂપનો જાદુ ફેલાવનાર આ સુંદર મહિલા હવે પોતાના શૌર્યનો પરિચય આપી દેશ પ્રેમ બતાવશે અને અત્યાર સુધી હાઈ હિલ્સ પહેરનારી એનેસ્ટેસિયા લીના હવે કોમ્બાટ શૂઝમાં સજ્જ જોવા મળે છે. એનેસ્ટેસિયા લીના માતૃભૂમિની રક્ષા માટે હવે યુક્રેન આર્મીમાં જોડાઈ ગઈ છે.

જો કે યુક્રેન આર્મી દ્વારા સામાન્ય લોકોને પણ યુદ્ધમાં સાથ આપવાની વાત કરી છે જો કે થોડા સમય પહેલા જ અહેવાલો મળ્યા હતા કે યુક્રેનના રાષ્ટ્રપતિ પણ દેશની સેના સાથે રણમેદાનમાં રશિયન સૈન્યનો સામનો કરવા ઉતરી પડ્યા છે. ત્યારે યુક્રેનના એક મહિલા સાંસદ પણ હાથમાં ઘાતક કાલાશનિકોવ રાઈફલ સાથે યુદ્ધ માટે સજ્જ થયા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.