આ કારણે રશિયા યુક્રેન યુધની વચ્ચે પણ આ ભારતીય દેશમાં પરત આવવા નથી માંગતો તેની પાસે ખૂંખાર….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે તે પોતાના પ્રેમાળ સ્વભાવ ને કારણે લોકો સાથે હળીમળીને અને પ્રેમથી રહે છે આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર મનુષ્ય ઉપરાંત અન્ય જીવો પણ વાસ કરે છે જે પૈકી અમુક જીવ પાલતું તો અમુક ઘણા જ ખૂંખાર હોઈ છે. પરંતુ કોઈ હિંસક અને ખૂંખાર પ્રાણીઓ પણ પ્રેમની ભાષાસમજે છે.

આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય અને પ્રાણીઓનો સંબંધ ઘણો જુનો છે, પ્રાચીન સમયથી જ મનુષ્ય પ્રાણીઓને પાળે છે. જોકે પ્રાણીઓ પણ પોતાના માલિકના પ્રેમાળ સ્વાભવ ને જાણે છે, અને તેમના પ્રત્યે વફાદાર રહે છે. આપણે જોયું હશે કે લોકો પોતાના પાલતું પ્રાણીઓમાં ગાય, ભેસ, કુતરા, બિલાડી જેવા પ્રાણીઓ રાખે છે. પરંતુ શું તમે કોઈ ખૂંખાર પ્રાણીઓ ને પાલતું પ્રાણી તરીકે જોયા છે ?

આપણે અહી જે વ્યક્તિ વિશે વાત કરવાની છે તેણે ખરેખર માનવતા ની મિસાલ આપી છે તો ચાલો આપણે આ વ્યક્તિ વિશે જાણીએ આપણે અહી આંધ્ર પ્રદેશ ના પશ્ચિમ ગોદાવરી જીલ્લાના તનુંકુંનગર ના અને હાલમાં યુક્રેનના કીવથી આશરે ૮૫૦ કિમી દુર આવેલા ડોનબાસ માં રહેતા ડો. કુમાર બાંદી વિશે વાત કરવાની છે. કે જેઓ યુક્રેનની ભયાનક સ્થિતિ વચ્ચે પણ ભારત આવવા માંગતા નથી.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં જ્યાં એક તરફ રશિયાના હુમલાથી યુક્રેન નો હાલ બેહાલ થઇ ગયો છે. અને ચારેતરફ બરબાદીનો માહોલ છે. તેવામાં લોકને ખોરાક અને પાણી જેવી જીવન જરૂરી ચીજ વસ્તુની અછત પડી રહી છે. જેના કારણે લોકો યુક્રેન છોડીને આસપાસ ના દેશોમાં જતા રહ્યા છે. તેવામાં ભારત પણ પોતાના નાગરિકો ને પરત લાવવા માટે મહેનત કરી રહ્યું છે.

આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર ઓપરેશન ગંગા દ્વારા ભારતીય લોકો કેજે યુક્રેનમાં ફસાયેલા છે તેમને સુરક્ષિત પરત લાવવામાં લાગેલી છે. પરંતુ આ વચ્ચે ડો. કુમાર બાંદી ભારત પરત આવવાની ના પાડી છે. જેની પાછળ નું કારણ તેમના પાલતું પેટ છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં યુક્રેન થી પરત ફરતા લોકો પોતાની સાથે પોતાના પાલતું જાનવરો પણ લાવી રહ્યા છે.

તેવામાં જણાવી દઈએ કે ડો. કુમાર બાંદી પાસે એક દીપડો અને એક બ્લેક પેન્થર છે. જેના પ્રત્યે ડો. કુમાર બાંદી ઘણી લાગણી ધરાવે છે. જો વાત ડો. કુમાર બાંદી અંગે કરીએ તો તેઓ એક યુટયુબર છે. તેઓ આશરે ૧૫ વર્ષ પહેલા યુક્રેન MBBS ના અભ્યાસ માટે ગયેલા અને ત્યાજ સ્થાયી થયા હતા. જણાવી દઈએ કે ડો. કુમાર બાંદી ૪ તેલુગુ ફિલ્મમાં કામ કરેલ છે પરંતુ તે ફિલ્મો રીલીસ થઇ ન હતી.

આ ઉપરાંત તેમણે તમિલ અને મલયાલમ ભાષામાં ટીવી કર્યા છે. ઉપરાંત યુક્રેન જઈને પણ અમુક ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે ડો. કુમાર બાંદી ને બાળપણ થી જ પાલતું પ્રાણીનો શોખ છે અને ફિલ્મ જોયા પછી તેમનેબંગાળી વાઘ અથવા એશિયાટિક સિહ પાળવાનો વિચાર હતો પરંતુ તેમનેઆ બાબત ને લઈને પરવાનગી ન મળી કારણકે આવા મોટા જાનવર ને સાચવવા અને જમાડવા માટે ઘણો આર્થિક ભાર ઉભો થાય તેમ હતો.

જે બાદ તેમણે એક ખૂંખાર અને લુપ્ત થતી દુર્લભ પ્રજાતિનો પેનથર પાળવાનું નક્કી કર્યું. અને તે માટે લાઈસન્સ પણ મેળવ્યું. ડો. કુમાર બાંદી ના જણાવ્યા અનુસાર તેમની પાસે રહેલ જેગુઆર માત્ર ૨૧ પ્રકારો છે જે પૈકી એક ડો. કુમાર બાંદી પાસે છે. યુક્રેન ન છોડવા પાછળ ડો. કુમાર બાંદી જણાવ્યું કે “ જો હું તેમને છોડીશ તો તેઓ ચોક્કસ મૃત્યુ પામશે.” અને તે હું સહન નહિ કરી શકું હું મારા છેલ્લા શ્વાસ સુધી તેમની સંભાળ રાખીશ અને જો હું મરીશ તો હું તેમની સાથે જ મરીશ.”

Spread the love

Leave a Reply

Your email address will not be published.