૨-૩ દિવસ નો વાસી ખોરાક આરોગતા પહેલા આ ઘટના વાંચજો. વાસી ખોરાક ની બે માસુમ ને એવી અસર થઇ કે તડપી-તડપી…

ગુજરાત માંથી રોજ કોઈ ને કોઈ કારણોસર મૃત્યુ થવાના કિસ્સા સામે આવતા રહે છે. ગુજરાત ના છેવાડા ના ઘણા ગામો એવા છે કે જ્યાં લોકો ને બે ટક જમવાનું મહામુસીબતે મળતું હોય છે. એવા ગરીબ લોકો જમવાનું કોઈ દિવસ બગાડ કરતા નથી. જો જમવાનું વધે તો તેને બીજા દિવસ માટે રાખી મુકતા હોય છે. પરંતુ ક્યારેક આવા વાસી ખોરાક જમવામાં ઉપયોગ મા લેવાના કારણે ફૂડ પોઈઝીંગ થવાના કેસો સામે આવતા હોય છે. એવો કેસ ફરી સામે આવ્યો છે. જેમાં બે નાના બાળકો ના મૃત્યુ પણ થઇ ચુક્યા છે.

વધુ વિગતે જાણીએ તો, ગુજરાત ના વલસાડ જીલ્લા ના કપરાડા તાલુકા ના વીર ક્ષેત્ર ગામ મા આ ઘટના બની છે. આ ગામમાં એક જ પરિવાર ના છ સભ્યો ને ફૂડ પોઈઝીંગ ની અસર થઇ હતી. આ અસર થી પરિવાર ના બે નાના બાળકો જેમાં એક ત્રણ વર્ષી બાળકી અને એક છ વર્ષ ની બાળકી નું મૃત્યુ નીપજ્યું હતું. ફૂડ પોઈઝીંગ ની અસર થી ઘર ના અન્ય ચાર લોકો ને ગંભીર હાલત મા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું કે અ પરિવાર ના લોકો એ બે દિવસ પહેલા વધેલા ભાત અને કરચલાનું શાક ખાધું હતું. બાદ મા પરિવાર ના લોકો ન ઝેર ની અસર થવા લાગી હતી. અ ઘટના ને લઇ ને આરોગ્ય ની ટીમ ઘરે આવી પહોચી હતી. અખા ગામમાં ફફડાટ નો માહોલ ફેલાય ગયો હતો. વધુ મા આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ એ જણાવ્યું હતું કે, હાલ તો આ ઘટના ફૂડ પોઈઝીંગ ની લાગી રહી છે. પરંતુ જયારે પોસ્ત્મોર્તમ નો રીપોર્ટ આવે ત્યારે મૃત્યુ નું કારણ સાચું જાણવા મળશે.

આમ અખા ગામમાં લોકો મા ભારે ગભરાટ નો માહોલ જોવા મળ્યો હતો. ઘણા લોકો એવા હોય છે કે, જે વધેલા ખોરાક નો ફ્રીઝ મા સંગ્રહ કરીને રાખતા હોય છે. પરંતુ ક્યારેક તેના લીધે મોટી બીમારી નો ભોગ બની જવાતું હોય છે. આ બાબતે સાવચેતી રાખવી ખુબ જરૂરી હોય છે. ક્યારેક લોકો ના મૃત્યુ પણ નીપજી જતા હોય છે. ખોરાક વાસી થવાના કારણે તેમાંથી પોષક તત્વો પણ નાશ પામતા હોય છે. જેથી કરીને વાસી ખોરાક આરોગવાનું ટાળવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.