IndiaNational

ટેક્ષ ચોરીનો અનોખો કિસ્સો આવી રીતે કરોડો રૂપિયા સંતાડયા હતા વેપારીએ રેડ કરતા મળ્યા આટલા રૂપિયા..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપનો દેશ ઘણો વિશાળ છે. તેને ચલાવવા માટે સરકારને અનેક રૂપિયા જોઈએ છે. આવા પૈસા સરકાર અલગ અલગ ટેક્ષ દ્વારા પ્રાપ્ત કરી દેશ અને દેશવાસીઓ ના વિકાસ પાછળ લગાવે છે. પરંતુ ઘણા લોકો દેશ વિકાસ ના આવા સારા કામમાં ભાગ લેવાને બદલે અંગત લાભ ને વધુ મહત્વ આપે છે અને ઓછો ટેક્ષ ભરવો પડે તે માટે અનેક યુકતિઓ કરે છે.

તેવામાં હાલમાં ટેક્ષ ચોરી ને લઈને અને કાળા નાણાં ને લઈને આવોજ એક ગંભીર બનાવ સામે આવ્યો છે કે જ્યાં ઈન્ક્મ ટેક્ષ વિભાગ ને રેડ દરમિયાન વેપારી ના ઘરેથી એટલા પૈસા મળ્યા કે તેમને આ પૈસા ગણવા માટે મશિન માંગવા પડ્યા અને પૈસા લઈ જવા માટે મોટો ટ્રક જો વાત આ બનાવ અંગે કરીએ તો ઘટના ઉત્તર પ્રદેશના હમીરપુર ની છે.

હમીરપુર માં આવેલ સુમેરપુર શહેરના પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગુટકા વેપારી ના ઘરે રેડ પાડવામાં આવી હતી. આ વેપારી નું નામ જગત ગુપ્તા છે. તેમની જગ્યા માં 15 લોકોની ટીમ દ્વારા આશરે 18 કલ્લાક આ રેડ ચાલી. અહીં રેડ પાડવા આવેલ અધિકારીઓ સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આ રેડ જોઈન્ટ કમિશનરે સર્ચ વોરંટ ને આધારે કરવામાં આવી છે.

સર્ચ વોરંટ મળતા 12 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે શરૂ થયેલ આ રેડ 13 એપ્રિલની સાંજ સુધી ચાલી. જેમાં અધિકારીઓ ને વેપારી ના બેડ માં રાખેલા બોક્સ માંથી પૈસા મળી આવ્યા. પૈસા ગણવા માટે મશીન મંગાવવામા આવ્યા જયારે પૈસા લઇ જવા ટ્રક બોલાવવો પડ્યો. હાલમાં વેપારી પાસેથી 6 કરોડ 31 લાખ 11 હજાર 800 રૂપિયા મળી આવ્યા છે.

જોકે વેપારી ના બેડ બોક્સ માં કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે અ ઉપરાંત એવી પણ માહિતી છે કે આ વેપારીએ જીએસટી ડોક્યુમેન્ટમાં જે પણ હેરાફેર કરી છે જેની રકમ અલગ છે. જણાવી દઈએ ક્વ્ હાલમાં આ પૈસા ને હમીરપુરની સ્ટેટ બેન્કમાં મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *