Gujarat

ડ્રગ્સ ના ઓવરડોઝ થી નિવૃત આર્મીમેન ના પુત્ર નું મોત..ફોરેન્સિક નું કહેવું અભિનેતા સુશાંતસિંહ જેવો કેસ છે..વાંચો વિગતે.

Spread the love

રોજબરોજ અનેક મૃત્યુના સમાચારો સામે આવતા હોય છે. પરંતુ એક મૃત્યુનો કેસ સામે આવ્યો છે. જેમાં એક નિવૃત્ત સેનાના પુત્રનું ડ્રગ્સ લેવાથી મૃત્યુ હોવાનું પ્રાથમિક તપાસ સામે આવી છે. ફોરેન્સીક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ જેવો કેસ છે. પોસ્ટમોર્ટમ દરમિયાન ઝેરી પદાર્થના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. વધુ વિગતે જાણીએ તો વડોદરા ના સમા વિસ્તારમાં એ-26 લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કરન નિવૃત્ત લશ્કરી જવાન છે.

તેમનો એકનો એક પુત્ર વિવે કરન કે જેમની ઉંમર વર્ષ 32 છે. તે અમદાવાદની એક એચ.આર.કંપનીમાં ફરજ બજાવતો હતો. બે દિવસ પહેલા તે વડોદરા શહેરમાં આવ્યો હતો. મોડી રાત્રે 10:00 વાગ્યાની આસપાસ સમા ચાણક્ય પુરી સોસાયટીમાં આવેલ 203 રાધે કૃષ્ણ ફ્લેટમાં ગયો. આ સમયે ત્યાં એક યુવતી જેમનું નામ નેહા જાણવા મળ્યું હતું અને એક યુવક હાજર હતો. જાણવા મળ્યું કે કરન નું આ રૂમમાં શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. આ બાબતે ત્યાં રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ મથકને જાણ કરી હતી.

પોલીસના પી.આઇ. ડોક્ટર બી.બી.પટેલ સહિત અને પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ પછી વિવેક કરન ની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ પરિવારના લોકોને આ વાતની ખ્યાલ આવતા પરિવારના લોકોના ટોળા ટોળા ત્યાં એકઠા થયા હતા. પરિવારના લોકો શોક ના દરિયામાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે આ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિવેક અને તે રૂમમાં રહેતા અન્ય વ્યક્તિએ ડ્રગ્સ લીધેલો જાણવા મળ્યું હતું.

કારણ કે રૂમની બહારની તરફ ના એક પતરા ઉપર ડ્રગ્સ લેવાની સિરીંજ, ઊંઘની ગોળીઓ અને અન્ય શંકાસ્પદ ચીજ વસ્તુઓ પોલીસ ને મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસોમાં બહાર આવ્યું કે, ત્યાં રૂમમાં કદાચ મિત્રો ડ્રગ્સ પાર્ટી કરી રહ્યા હશે. આ બાબતે વધુ તપાસ અર્થે એફ.એસ.એલ. ટીમની પણ મદદ લેવામાં આવી હતી. બીજી તરફ માતાએ કહ્યું કે, મારા પુત્રની જબરજસ્તીથી ઇન્જેક્શન આપીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલો છે.

રાધે કૃષ્ણ ફ્લેટમાં રહેતા અન્ય લોકોએ કહ્યું કે આવી ડ્રગ ની પાર્ટીના અનેક બનાવો ત્યાં ચાલ્યા કરે છે. અને તે લોકોએ આ બાબતે પોલીસ મથકને જાણ પણ કરેલી છે. અનેકવાર પોલીસે ત્યાં દરોડા પણ પાડેલા હતા. આ બાબતે વધુ જાણવા મળ્યું કે વિવેકનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ તેમાં દારૂના ઓવરડોઝ ને કારણે તેનું મૃત્યુ જોવાનું પ્રાથમિક તપાસ સામે આવી છે. પરંતુ હજુ પણ આ કેસમાં અસમંજસ જોવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં તો આ બાબતે ડોક્ટરોની ટીમને દારૂના ઓવરડોઝ અને અન્ય ઝેરી પદાર્થને કારણે મૃત્યુ થયું હોય તેવું લાગી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *