ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે ૭૬ વર્ષની ઉમરે ફરી ગાંડી ગીરમાં કર્યા ધામધૂમથી લગ્ન,બળદ ગાંડું રૂડી જાન જોડીને ૭૨ વર્ષની લાડીને પરણ્યા…જુઓ તસવીરો
હાલમાં જ ગીર પંથકમાં એક અનોખા લગ્ન યોજાયા અને સૌથી ખાસ વાત એ છે કે ભાઈ અને બહેન એ પોતાના માતા પિતાની 50મી એનિવર્સરીને અનોખી રીતે ઉજવવા માટે પોતાના માતા પિતાને ફરીથી વિધિવત રીતે પરણાવ્યા.
મીડિયા દ્વારા જાણવા મળ્યું કે ગીર પંથકના મૂળ મરમઠ ગામના રહેવાસી છે અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક છે. નાથાભાઈ વાઢેરએ પ 76 વર્ષની વયે પોતાના પત્ની 73 વર્ષના નિર્મળાબેન સાથે ફરી પરણ્યા.
નાથાભાઈ વાઢેર 2007માં ઈસરોના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા. તેમનો એકનો એક પુત્ર વિપુલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહે છે અને એક દીકરી નેહા અમદાવાદમાં રહે છે.
ભાઈ બહેન એ સાથે મળીને પોતાના માતા પિતાની વર્ષગાંઠના ખાસ રીતે ઉજવવા લગ્નનું આયોજન કરેલું એ પણ ગીરના ખોળે અને વરસો પહેલા જે રીતે લગ્ન થતાં એ પંરપરા અને રીતે રિવાજ પ્રમાણે ૨૦૦ થી વધુ મહેમાનોની હાજરીમાં લગ્ન નું આયોજન કરેલ.
લગ્ન માટે રિસોર્ટમાં અસલ ગામઠી પરંપરાનો શોધેલ તેમજ શણગારેલા બળદ ગામડાઓમાં વર કન્યાની જાન નીકળી. તો ઢોલ અને શરણાઈનો નાદ, રાસ ગરબા, સામૈયા લગ્ન કરવામાં આવેલ.
જ્યારે નિર્મળાબેને પોતાના પતિને સોનાની માળા ભેટ તરીકે આપી હતી. સમગ્ર રાજ્યભરમાંથી 200 જેટલા સગા સંબંધીઓ લગ્નના આ ઉત્સવમાં જોડાયા હતા. આ લગ્ન હાલમાં ચારો તરફ ચર્ચાનો વિષય બન્યા છે અને સૌ કોઈ આ અનોખા લગ્નના વખાણ પણ કરી રહ્યા છે. Image source : Zeenews
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.