બોલીવુડને મોટી ખોટ જાણીતા ફિલ્મ વિવેચક જય પ્રકાશનું નિધન લાંબા સમયથીઆ ગંભીર બીમારીથી પીડાતા હતા…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત આખા વિશ્વમાં પોતાની આગવી છાપ ધરાવે છે. લોકો ને હિન્દી ફિલ્મ અને કલાકારો ઘણા પસંદ આવે છે. પરંતુ આપણે જે ફિલ્મ જોઈએ છિએ તેને તે ફિલ્મ ને બનાવવું અને લોકો સુધી પહોચાડવુ કોઈ આસાન બાબત નથી. એક ફિલ્મ બનાવવા પાછળ અનેક લોકો મહેનત કરતા હોઈ છે.

પરંતુ હાલમાં જે રીતે એક પછી એક અનેક દિગ્ગજ કલાકારો અને હસ્તિઓ બોલીવુડ ને અલવિદા કહ્યું છે તેના કારણે આખા બોલીવુડ માં દુઃખ નો માહોલ છે. તેવામાં ફરી એક વખત બૉલીવુડ ને મોટો ઝટકો લાગ્યો છે અને ફરી એક્ દિગ્ગ્જ ના નિધનથી બોલિવુડ માં શોક નો માહોલ છે.

જણાવી દઈએ કે હાલમાં જ જાણીતા ફિલ્મ વિવેચક જય પ્રકાશ ચૌકસે એ અંતિમ શ્વાસ લીધા છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી જય પ્રકાશ ચૌકસ કેન્સર સામે લડી રહ્યા હતા, અને બીમારી વધતાં આખરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે 83 વર્ષની વયે બુધવારે સવારે તેમણે 8:00 વાગ્યે આ દુનિયાને અલવિદા કહી દીધું.

જો કે હાલમાં જ્યારે છેલ્લો લેખ જય પ્રકાશ ચૌકસ દ્વારા લખવામાં આવ્યો હતો તેના પરથી લાગી રહ્યું હતું કે તેમને પોતાના મૃત્યુને લઈને અગાઉથી માહિતી હતી તેમણે લખ્યું હતું કે પ્રિય વાચકો આ વિદા છે, અલવિદાય નથી, હું ક્યારેક વિચારની ઝબકારો અનુભવી શકું છું, પરંતુ શક્યતાઓ શૂન્ય છે.

જો વાત જય પ્રકાશ ચૌકસ ના કાર્ય અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ‘દરાબા’ અને ‘મહાત્મા ગાંધી અને સિનેમા’ અને ‘તાજ બેકરી કા બયાન ઉપરાંત , ‘ધ સ્ટોરી ઑફ ઉમાશંકર’, ‘ધ મેનનું બ્રેઈન એન્ડ હિઝ સિમ્યુલેટેડ કેમેરા’ અને ‘કુરુક્ષેત્ર કી મોન’ જેવી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. આ ઉપરાંત તેમણે રિયાલિટી શો માટે સ્ક્રિપ્ટ રાઈટિંગનું કામ અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન સાથે પણ જોડાયેલા હતા. જણાવી દઇએ કે તેમણે સલમાન ખાન અને કરીના સ્ટારર ‘બોડીગાર્ડ’ની સ્ટોરી પણ લખી હતી.

જો કે મહાન વિભૂતિ ને અનેક લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નો પણ સમાવેશ થાય છે શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી અને લખ્યું કે “હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર લગભગ ત્રણ દાયકાઓ સુધી લખનાર વરિષ્ઠ પત્રકાર જયપ્રકાશ ચોકસે જીના નિધનના સમાચાર અદભૂત લેખન પ્રતિભાથી સમૃદ્ધ છે. દિવંગત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીને હું નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તમે તમારી રચનાઓ સાથે હંમેશા અમારી સાથે રહેશો. ઓમ શાંતિ.”

Spread the love

Leave a Reply

Your email address will not be published.