Entertainment

જેનિફર મિસ્ત્રી બાદ શોની રીટા રિપોર્ટ અસિત મોદી પર સાંધ્યા નિશાન ! એવો આરોપ લગાવ્યો કે જાણીને તમને પણ આંચકો લાગી જશે….

Spread the love

નાના પરદાનો સૌથી લોક્ચાહિતો શો એવા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશમા’ શો ઘણા સમયથી સુરખીઓમાં રહેલું છે. દયાબેન બાદ તારક મેહતા જેવા મોટા મોટા કલાકારો શોમાંથી નીકળી જતા શો સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં આવી ચુક્યો હતો. એવામાં હાલ જો તમે સમાચાર વાંચતા હશો તો તમને ખબર જ હશે કે ઓન સ્ક્રીન મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા, એવામાં હવે આવા આરોપ બાદ રીટા રિપોર્ટરે પણ અસિત મોદીએ નિશાનો સાંધ્યો હતો.

રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર એવી પ્રિયા અહુજાએ અસિત મોદી પર નિશાનો નિશાનો સાંધો સાંધતા ઘણા મોટા ઘટસ્ફોટ કર્યા હતા. પ્રિયા આહુજાએ એવું દાવો કર્યો હતો કે તેની સાથે સેટ પણ અનુચિત વ્યવહાર કરવામાં આવ્યો હતો જેના લીધે તેને માનસિક દબાણનો પણ સામનો કરવો પડ્યો હતો. પ્રિયા આહુજા અનુસાર ‘માલવ સાથે લગ્ન કર્યા બાદ શોમાં પ્રિયાનો ટ્રેક ઓછો થયો હતો, જે બાદ પ્રિયાએ અસિતને મેસેજ કર્યો હતો પણ સામે કોઈ રિસ્પોન્સ આવ્યો હતો નહીં.

પ્રિયા આહુજાએ આગળ જણાવ્યું હતું કે તેને છેલ્લા 9 મહિનાથી શો પર નહોતી બોલાવી કારણ કે માલવની સાથે તેના સબંધ પુરા થઇ ચુક્યા હતા જે બાદ મને શોમાંથી જ બહાર ફેંકી દીધી, આવું ચોંકાવી દેતું નિવેદન પ્રિયાએ હાલ આપ્યું હતું. આની પેહલા પણ રોશન ભાભીનું કિરદાર નિભાવનાર જેનિફર મિસ્ત્રી તથા મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર ખુબ મોટા મોટા આરોપ લગાવ્યા છે.

મિત્રો હાલના સમયમાં આવા વિવાદો થતા હોવાને લીધે શોની ટીઆરપીમાં ઘટાડો થવા પામ્યો હોય તેવું લાગી રહ્યું છે. તમને ખ્યાલ જ હશે કે જેનિફરે પોતાના શારીરિક શોષણ અંગે વિડીયો વાયરલ કરીને પુરી વાત અંગે ખુલાસો કરી દીધો હતો, હવે આ વાતમાં કેટલા સાચ્ચાપણું હોય તે અંગેનો હાલ કોઈ ખુલાસો થયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *