GujaratSports

રીવાબા જાડેજાએ મેદાનમાં એવું કામ કર્યું કે હવે ચારેય તરફ થઇ રહ્યા છે ખુબ વખાણ ! જુઓ આ ખાસ વિડીયો, વિડીયો જોઈ તમે પણ વખાણ કરશો…જુઓ વિડીયો

Spread the love

IPL 2023 ફાઇનલ વિશે હવે જયારે પણ વાત કરવામાં આવશે ત્યારે સૌ પ્રથમ આપણને વિનિંગ મોમેન્ટ જ ખુબ વધારે યાદ આવશે, અત્યાર સુધીની બેસ્ટ ફાઇનલ કહી શકાય તેવી ફાઇનલ આ સીઝનમાં રમાય હતી કારણ કે મેચનો નિર્ણય અંતિમ બોલ પર ગયો હતો, લાસ્ટ બોલમાં ફક્ત 4 રનની જરૂર હતી એવામાં જાડેજાએ ફોર લગાવીને csk ને મેચ જીતાડી દીધી હતી.

રવિન્દ્ર જાડેજાએ GT ના હાથમાંથી મેચ ખેંચી લીધી હોય તેવો કારનામો કરી બતાવ્યો હતો, છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી એવામાં જાડેજાએ 5 માં બોલ પર સિક્સ લગાવી અને છેલ્લા બોલ પર ફોર લગાવીને CSK ને મેચ જીતાડી 5મી વખત આઇપીએલમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જે બાદ જાડેજા ધોનીને ગળે મળ્યો હતો જેનો વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડીયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે.

આમ તો ફાઇનલ મેચમાં અનેક એવા યાદગાર મોમેન્ટ બન્યા હતા જેણે સોશિયલ મીડિયા પર પોતાનું દમ બતાવ્યું હતું. ધોની જાડેજાને મળીને રડવા લાગ્યા હતા જયારે રવિન્દ્ર જાડેજાએ તેઓની પત્ની રિવાબા સાથે મળીને પોતાના જીતનું જશ્ન પણ મનાવ્યું હતું જેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. પણ આજે અમે તમને જે વિડીયો વિશે જણાવાના છીએ તે વિડીયો ખરેખર અદભુત છે.

સોશિયલ મીડીયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં રિવાબા જાડેજા રવિન્દ્ર જાડેજા નજીક જેવા જાય છે તેવા તરત જ તેમના ચરણને સ્પર્શ કરે છે. તમને ખબર હશે કે પેહલાના જમાનામાં ક્ષત્રિય રાજા મહારાજાઓ ના કાળથી આવી પરંપરા ચાલતી આવી છે, એવામાં રિવાબા જાડેજાએ આવી પરંપરાને જાળવી રાખતા તેઓના સોશિયલ મીડીયા પર પણ ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *