ફૂડ ડિલિવરી બોય સાથે ગ્રાહક નું અભદ્ર વર્તન ! ડિલિવરી બૉયે રડતા રડતા જણાવી તેની વ્યથા..જુઓ વિડીયો.
આજ નો જમાનો ઇન્ટરનેટનો જમાનો છે. લોકો ઇન્ટરનેટ દ્વારા કઈ પણ કરી શકે છે. એટલે કે હવે લોકો ઇન્ટરનેટ દ્વારા જમવાનું પણ ઓર્ડર કરી શકે છે. અને થોડીક મિનિટોમાં ગરમાગરમ જમવાનું લોકો ઘરે દઈ જતા હોય છે. એમાં ઘણી કંપનીઓ સામેલ છે. જેમાં સ્વીગી-amazon વગેરે જેવી કંપનીમાં કામ કરતા લોકો ઠંડી, તડકો કે પછી વરસાદ ગમે તે પરિસ્થિતિ હોય પોતે પોતાનું કામ સારી રીતે કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે આવા થોડા પૈસાની નોકરી કરતા ફૂડ ડીલેવરી બોયની સાથે ગેરવર્તન કરે છે.. અને જમવાના પૈસા આપતા હોતા નથી.
એવો એક વિડીયો હાલ સામે આવ્યો છે. જેમાં સ્વિગી માં કામ કરતા એક ડીલેવરી બોય સાથે ખૂબ જ ગેરવર્તન કરવામાં આવી હોય તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વીગી કંપનીમાં કામ કરતો એક ડીલેવરી બોય કે જે પોતાની વ્યથા જણાવતા કહે છે કે, તે આખો દિવસ ડિલિવરી બોય નું કામ કરે છે. અને સામેવાળા ગ્રાહક તેની સાથે અભદ્ર વર્તન કરે છે.
તે કહે છે કે આ ગ્રાહકની પાસે તે ડિલિવરી કરવા આવ્યો હતો. પરંતુ તે ગ્રાહકે તેના 14,000 ના મોબાઈલ નો છૂટો ઘા કરીને તેનો મોબાઈલ તોડી નાખ્યો. ડિલિવરી બોય કોઈ સાથે રડતા રડતા ફોનમાં વાત કરે છે અને કહે છે કે જ્યારે તે સામાન દેવા તે ગ્રાહક પાસે આવ્યો ત્યારે તેનો ઓનલાઈન પેમેન્ટ નહોતું થતું. એટલા માટે તે ચાલવા લાગ્યો. તો ગ્રાહકે તેને પાછળથી બોલાવ્યો અને કહ્યું તું કેમ ભાગી જા છો? એમ કહીને તેના ઉપર આડેધડ તમાચા અને ઢીકાપાટુ નો માર મારવા લાગ્યો હતો..જુઓ વિડીયો.
View this post on Instagram
જે બાદ વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં પોલીસની ગાડી આવે છે. અને ડિલિવરી બોય ને હેરાન કરનાર ગ્રાહકને ગાડીમાં બેસાડીને લઈ જાય છે. ડિલિવરી બોય કહે છે કે તે લોકો તેને ચોર કહીને માર મારવા લાગ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ડીલેવરી બોય ખૂબ જ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. અને પોતાની આપવીતી બતાવી રહ્યો છે. આ વિડીયો રાજધાની દિલ્હીનો છે. આમ એક ગરીબ માણસને કે જે ગ્રાહકના ઓર્ડર મળતા તરત જ ગરમાગરમ જમવાનું પહોંચાડતા હોય છે. તેની સાથે આવી રીતે નિર્દય રીતે હેરાન કરતા વીડિયો જોઈને લોકો ડિલિવરી બોય માટે સંવેદના દર્શાવી રહ્યા છે. અને આવા ગ્રાહકો સામે પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!