ભારત દેશ શ્રદ્ધા અને આસ્થાનો દેશ છે. લોકો પોત પોતાના ધર્મના ભગવાનને માનતા હોય છે. આજે દેવો ઉઠી અગિયારસ છે એવામાં અગિયારસના દિવસે ભગવાનના રણછોડરાયજી નો વરઘોડો નીકળતો હોય છે. એવામાં વડોદરામાં આવેલા એક 172 વર્ષ જૂના રણછોડ રાય ના મંદિરમાં છેલ્લા ઘણા સમયથી વરઘોડો કાઢવામાં આવે છે. આ મંદિરમાં પૂજા અર્ચના કરી રહેલા પુજારી એ એક એવી માનતા લીધી છે કે જેને જાણીને તમે પણ ચોકી ઉઠશો.
વધુ વિગતે જાણીએ તો વડોદરા શહેરના એમ.જી રોડ ઉપર 172 વર્ષ જૂનું શ્રી રણછોડ રાયજી નું મંદિર આવેલું છે. 172 વર્ષ પહેલા દેવઉઠી અગિયારસના દિવસે વરઘોડાની શરૂઆત થઈ હતી. જ્યારથી વરઘોડાની શરૂઆત થઈ હતી ત્યારથી જ્યારે પણ વરઘોડો નીકળે ત્યારે ભગવાનને 11 તોપોની સલામી આપવાની પરંપરા ચાલી આવતી હતી. પરંતુ છેલ્લા 25 વર્ષથી જ્યારે વરઘોડો નીકળે ત્યારે તોપ ફોડવાની મંજૂરી બંધ કરી દેવામાં આવી છે.
આ બાબતે મંદિરના પૂજારી જનાર્દન દવે એ કાનુની લડત શરૂ કરી છે અને તે છેલ્લા 25 વર્ષથી આ બાબતે કાનૂની લડત લડી રહ્યા છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે તોપ ફૂટે ત્યારે કોઈને જાનહાની થવાની શંકા રહે આ માટે તોપ ફોડવામાં આવતી નથી. પરંતુ પુજારી જનાર્દન દવે એ આ બાબતે કાનૂની લડત લડી અને શરૂ કરી અને છેલ્લા 25 વર્ષથી તેને એવી માનતા રાખી છે કે જ્યાં સુધી વરઘોડામાં તોપ ફોડવામાં ન આવે ત્યાં સુધી તે પગમાં ચપ્પલ પહેરશે નહીં.
આથી ગમે તે ઋતુ હોય જનાર્દન દવે પગમાં ચંપલ પહેરતા નથી અને જ્યાં સુધી તેનો કેસ જીતી ના જાય ત્યાં સુધી તે ચપ્પલ નહીં પહેરે તેવી માનતા રાખેલી છે. આ વરઘોડામાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને લગ્નનો લહાવો લેતા હોય છે. જાણવા મળ્યું કે જે તોપ ને ફોડવામાં આવતી હતી તે તોપને મંદિરમાં રાખવામાં આવેલી છે અને તેની રોજેરોજ પૂજા પણ કરવામાં આવે છે.
જેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા જોવા મળે છે. પંડિત જી એ કહ્યું કે તેને 40 કિલો વજનની ફાઈલ તૈયાર કરેલી છે કે જ્યાર થી આ કેસની સુનાવણી શરૂ થયેલી છે. આમ આ પૂજારી એ પોતાના ધર્મ ખાતર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધેલું જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!