રીબડા ગામના મહિપતસિંહ જાડેજા નું દુઃખદ અવસાન ! ક્ષત્રિય સમાજ માં ફરી વળ્યું શોક નું મોજું,
ગુજરાતના ક્ષત્રિય સમાજના ટોચના આગેવાન મહિપતસિંહ જાડેજા નું મોત નીપજ્યું છે. ગોંડલ ના રીબડા ગામમાં બહુચર્ચિત અને એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. તેમના નિધનથી ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી.
ગોંડલ તથા રીબડાના સ્થાનિક રાજકારણમાં મહિપતસિંહ જાડેજા નું ખાસ વર્ચસ્વ હતું. તેને ધારા સભ્યના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની સ્થાપના કરી હતી અને તેના પ્રમુખ પણ બન્યા હતા.
મહિપતસિંહ જાડેજા નું નિધન થતાં ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ ચૂકી હતી. મહિપતસિંહ જાડેજાએ પોતાના 83 માં જન્મદિવસ નિમિત્તે પોતાના જીવતા મરશિયા સાંભળવાનું મન બનાવ્યું હતું. આથી ગોંડલના રીબડા ખાતે 24 મે 2019 ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને 12 જેટલા લોકસાહિત્ય કવિઓએ તેમના જીવતા મરશિયા ગાયા હતા.
એ દિવસે મહિપતસિંહ જાડેજાએ 111 દીકરીઓને કન્યાદાન પણ કર્યું હતું. આમ સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ પછી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પરંતુ મહિપતસિંહ જાડેજા ની જીવતા આ ઈચ્છા પૂરી થઈ હતી. મહિપતસિંહ જાડેજા નું ગોંડલમાં ખૂબ અનોખું વર્ચસ્વ હતું અને પોતાના સમાજમાં એક મોટું નામ હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!