ભારત દેશ માટે દુઃખદ ઘટના ! મિગ-21 વિમાન ક્રેશ થતા વાયુસેના ના બે પાઈલોટો…
ભારત માં સેનાના જવાનો દેશ ને માટે શહીદી વહોરવાની ઘટના સામે આવતી જ રહે છે. હાલ માં રાજસ્થાન ના બાડમેર થી એક દુઃખદ ઘટના સામે આવી છે. જાણવા મળ્યું કે, રાજસ્થાન ના બાડમેર ના ભીમડા ગામમાં વાયુસેના નું મિગ-21 વિમાન અચાનક ક્રેશ થયું છે. આ દુઃખદ ઘટના માં વાયુસેના ના બે પાયલોટો એ શહીદી વહોરી લીધી છે. મિગ-21 નામનું વિમાન ભયાનક રીતે ક્રેશ થયું હતું.
જાણવા મળ્યું કે ધડાકાભેર સાથે મિગ-21 વિમાન ક્રેશ થતાની સાથે જ અડધા કિલોમીટર ની ત્રિજ્યા માં વિમાન નો કાટમાળ જોવા મળ્યો હતો. ભીમડા ગામમાં વિમાન ધડાકાભેર ક્રેશ થતા જ ગામ ના લોકો માં ભારે ગભરાટ નો માહોલ સર્જાયો હતો. ગામના લોકો તરત ત્યાં દોડી ગયા હતા. ભારતીય વાયુ સેનાએ સાથે જ જણાવ્યું કે, આ બને પાયલોટો ની શહીદી પર દુઃખ છે. તેમના પરિવાર ની સાથે વાયુસેના મજબૂત રીતે ઉભી રહેશે.
આ ઘટના ની જાણ થતા જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેના ના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી હતી. અને માહિતી મેળવી હતી. ટ્વીટ દ્વારા તેમણે આ માહિતી આપી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. રક્ષા મંત્રી એ કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા ને ક્યારેય ભૂલી શકાશે નહીં. દુઃખ ની ઘડી માં મારા વિચારો તેમના પરિવાર ની સાથે છે.
જોકે હજુ સુધી ભારતીય વાયુસેના એ આ પાયલોટો ના નામ જાહેર કર્યા નથી. દુઃખદ ઘટના સાથે દેશ ભારત લોકો એ આ શહીદો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વિમાન ક્રેશ થતા તેમાંથી આગ ના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ભારતીય વાયુસેના માં દુઃખ નું મોજું ફરી વળ્યું હતું. આ શહીદો ની શહીદી દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!