દુઃખદ ઘટના ! લગ્ન ના દોઢ જ મહિના મા દંપતી એ રેલ્વે ટ્રેક પર જઈને મોત ને વ્હાલું કર્યું. કારણ એવું…વાંચો વિગતે.

ગુજરાત માંથી રોજબરોજ આપઘાત ના કેસ સામે આવતા જ રહે છે. લોકો ક્યારેક આર્થીક તંગી ને લીધે આપઘાત કરે તો ક્યારેક પ્રેમ-પ્રકરણ મા આપઘાત કરી લેતા હોય છે. પરંતુ હાલ રાજકોટ માંથી એવો કેસ સામે આવ્યો છે કે, એક પતી-પત્ની એ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. દમ્પતી ના લગ્ન હજુ દોઢ મહિના અગાઉ જ થયા હતા ત્યાં બને એ રેલ્વે ટ્રેક પર જઈને જીવન ટુકાવ્યું. પરિવાર ના લોકો સાંભળી ને સ્તબ્ધ થઇ ગયા હતા.

વધુ વિગતે જાણીએ તો, રાજકોટ શહેર ના રેલનગર વિસ્તાર માં આવેલા સંતોષીનગર ફાટક પાસે રહેતા મૃતક કરણ પંચાસર (૨૨-વર્ષ) અને તેની પત્ની સ્નેહા પંચાસર (૨૨-વર્ષ) બને એ સાથે જઈ ને મોત ને વ્હાલું કર્યું હતું. પોલીસે આવીને તમામ માહીત્તી મેળવવાની શરૂઆત કરી હતી. પોલીસે આ ઘટના ની માહિતી આપતા જણાવ્યું કે, દંપતી એ સવારે ૪-વાગ્યે પાણી ભરી ને રોજબરોજ ની ક્રિયાઓ કરી.

ત્યારબાદ સવારે ૫-વાગ્યા ની અજુબાજુ બને પોતાના ઘર ની સામે આવેલા રેલ્વે ના પાટા પર જઈને સાથે જ આપઘાત કરી લીધો હતો. પોલીસે બને ની લાશો ને પોસ્ત્મોર્તમ માટે હોસ્પિટલ ખસેડી હતી. દંપતી બાબતે વધુ જાણવા મળ્યું હતું કે, બને ના લગ્ન ને હજુ દોઢ જ મહિનો થયો હતો. હવે શા કારણોસર આપઘાત કર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતક કરણ પંચાસર મજુરી કામ કરીને ઘર નું ગુજરાન ચલાવતો હતો.

પ્રાથમિક તપાસ મા એવું જાણવા મળ્યું કે, પારિવારિક કે અન્ય કારણોસર આપઘાત કરી લીધો હશે. બને ની અર્થી એક સાથે ઉઠતા પરિવાર ના લોકો મા ભારે આક્રંદ જોવા મળ્યો હતો. લોકો આ કરુણ દ્રશ્યો જોઈ ને સ્તબ્ધ રહી ગયા હતા. લગ્ન જીવન ની શરૂઆત મા જ દંપતી એ આવું પગલું ભરતા જ લોકો ચકિત થઇ ગયા હતા. પરિવાર દુઃખ ના દરિયામાં ગરકાવ થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.