સલામત સવારી એસટી અમારી સૂત્ર થયું નાકામ ! 25-વિદ્યાર્થીઓ થી ભરેલી બસ ખાબકતા ખાબકતા બચી, જુઓ વિડીયો.

સલામત સવારી એસટી અમારી આ સૂત્ર છે આપણા ગુજરાતમાં સરકારી બસ વિભાગનું. આપણા ગુજરાતમાં ચાલી રહેલી સરકારી એસટી બસો એટલી બધી ખખડધજ હાલતમાં હોય છે કે લોકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે. એસટી બસને વારંવાર અકસ્માતો નો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક બસ ડ્રાઇવરની બેદરકારીને લીધે બસ ને અકસ્માત નો સામનો કરવો પડે છે.

એવી જ ઘટના હાલ રાજકોટના ઉપલેટા થી સામે આવે છે. જાણવા મળ્યું કે વહેલી સવારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા તરફથી બસ ઉપલેટા તરફ આવી રહી હતી. બસ એ ખાખી જાળીયા નજીક હોલ્ટ કર્યો હતો. નજીકમાં ગાડીઓની લાંબી કતારો હોય બસને બહાર કાઢવામાં ભારે તકલીફ પડી રહી હતી. એવામાં બસને રિવર્સ લેતા સમયે કંડકટરની બેદરકારી સામે આવી.

જેમાં બસને રિવર્સ લેતા સમયે બસ એક દિવાલ તોડીને વોકળા માં ખાબકવાની તૈયારીમાં હતી. પરંતુ વોકળા ની દિવાલ તોડીને બસ પુલ ઉપર લટકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં 25 વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક મુસાફરો સવાર હતા. આવી સ્થિતિ સર્જાતા મુસાફરો માં ભારે ડરનો માહોલ સર્જાવા પામ્યો હતો. મુસાફરોના જીવ અધ્ધર થઈ ચૂક્યા હતા અને મહામુસીબતે બસને બહાર કાઢવામાં આવી હતી.

જાણવા મળ્યું કે પૂલની હાલત પણ ખખડધજ હાલતમાં છે. ત્યાંથી પસાર થતા વાહનોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. બસ પુલ ઉપરથી પસાર થતાં મુસાફરોને પણ ભારે હાલાકી પડતી રહે છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બસનો પાછળનો ભાગ પુલ ઉપર લટકાઈ રહેલો છે. આમ વારેવારે ગુજરાતની એસટી બસની દુર્ઘટનાઓ સામે આવતી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *