એક સમયની બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રંભા કે જેનું સાચું નામ વિજય લક્ષ્મી છે. આ અભિનેત્રીએ હિન્દી બોલીવુડમાં જલ્લાદ મુવી થી ડેબ્યું કર્યું હતું. ત્યારબાદ તેને જુડવા, બંધન, જંગ, કહાર વગેરે જેવી અનેક મુવીમાં કામ કર્યું હતું. 90 ના દાયકામાં આ બોલીવુડની અભિનેત્રી ખૂબ જ પ્રખ્યાત હતી અને તેનું નામ એક ઊંચા સ્થાન પર જોવા મળતું હતું.
આ દિવસો માટે તે લંડન તેના પરિવાર સાથે રહે છે. પરંતુ લંડન માં આ અભિનેત્રીના કાર નો અકસ્માત થયો છે. જ્યારે અભિનેત્રી તેના બાળકોને સ્કૂલેથી લઈને જતી હતી ત્યારે લંડન માં તેને અકસ્માત સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર જાણવા મળ્યું કે આ અકસ્માતમાં અભિનેત્રીની નાની દીકરી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે.
આ અકસ્માતની જાણ અભિનેત્રી સોશિયલ મીડિયા મારફતે પોતાના ચાહકો ને કરી હતી અને તેનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, બાળકો સાથે સ્કૂલેથી જ્યારે પરત આવી રહી હતી ત્યારે એક ચોકડી પાસે સામેથી આવતી એક કારે તેમની કાર ને ટક્કર મારી તેને કહ્યું કે કાર માં તે તેના બાળકો અને નેની હતા. તમામ લોકોને નાની મોટી ઇજા ઓ થવા પામી હતી. પરંતુ તેની નાની દીકરી સાશા ને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો હતો.
તેને કહ્યું કે ખરાબ દિવસ અને ખરાબ સમય કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો તમારી પ્રાર્થના નો અર્થ ઘણો છે. આ બાબતની જાણકારી તેના ચાહકોને થતા ચાહકો પણ તેની પુત્રીના સ્વસ્થ થવા બાબતે પ્રાર્થના કરી રહ્યા હતા અને અવનવી કોમેન્ટો કરી રહ્યા હતા. એક સમયે અભિનેત્રી ખૂબ જ બોલિવૂડમાં નામના ધરાવતી હતી અને તેણે એક થી એક સુપરહિટ મુવીમાં કામ કરેલું છે. બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન અને ગોવિંદા સાથે પણ તેને કામ કરેલું જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!