ખજુરભાઈ ને લાખ લાખ વંદન ! ગરીબ પરિવાર ને ઘર ઉપરાંત જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ પુરી પાડી, જુઓ તસવીરો.
ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ એટલે કે નીતિનભાઈ જાની પોતાના સેવાકીય કાર્યને લઈને ખાસ એવા ચર્ચામાં રહે છે. રાજકોટ શહેરના ગોંડલમાં થોડા દિવસો પહેલા નવ દિવ્યાંગ બાળકોના માતા-પિતા ને નવું ઘર બનાવી દીધું હતું. એવામાં ગોંડલમાં આવેલા સુલતાનપુર ગામમાં રહેતા ભાઈ બહેન ને હવે ઘર બનાવી દીધું છે.
વધુ વિગતે વાત કરીએ તો સુલતાનપુર ગામમાં માત્ર એક એવા મહિલા હતા કે જેવા એલએલબીનો અભ્યાસ કરીને વકીલ નું કાર્ય કરતા હતા. પરંતુ આ મહિલાના મોટાભાઈના વહુ ઘર છોડીને ચાલી જતા બહેનને એટલું બધું દુઃખ લાગ્યું કે ત્યારબાદ તેની માનસિક હાલત ખુબ ખરાબ થઈ ચૂકી હતી. આખા ગામમાં વસ્ત્ર વગર ફરતા હતા. આ બહેનનું નામ રસીલા બહેન છે તેમના ભાઈ કે જેવો રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાત ચલાવતા હતા.
તેઓને મોતિયાનો ઓપરેશન હોય તેવો રીક્ષા પણ ચલાવી શકતા ન હતા. આ બાબત ની જાણકારી ખજૂર ભાઈને થતા ખજૂર ભાઈ પરિવારની મદદ માટે દોડી આવ્યા હતા. રસીલા બહેન અને તેમના ભાઈ નું જૂનું પુરાણું ઘર તેઓએ નવું બનાવી દીધું અને ઘરમાં કબાટ, ફ્રીજ, કરિયાણાની તમામ વસ્તુ પૂરી પાડી અને આજીવન તેઓને ખાતરી આપી કે તેઓ આજીવન કરિયાણાની વસ્તુ ઘરમાં પુરી પાડી દેશે.
આમ ખજૂર ભાઈએ આ અનોખું કાર્ય કરીને ગુજરાતના લોકોમાં ફરી વાહ વાહ થઈ રહી છે. ખજૂર ભાઈ આવા કાર્ય કરીને ગુજરાતવાસીઓ ના આશીર્વાદ મેળવતા હોય છે. ખજૂર ભાઈ આ બાબતે ગોંડલવાસીઓના વખાણ પણ કર્યા હતા કે જેઓએ તેઓને આ ઘર બનાવવામાં મદદ કરી હતી. ખજુરભાઈ તેમની કમાણી ના હિસ્સા માંથી સેવા નું કાર્ય કરતા હોય છે. તેઓ અનેક કોમેડી વિડીયો પણ બનાવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!