રેલવે પોલીસ જવાન ને લાખ લાખ વંદન ! એક વૃદ્ધ મહિલા માટે પોલીસ જવાને જે કર્યું તે જોઈ થશે ગર્વ, જુઓ વિડીયો.
આપણા દેશમાં ઘણા બધા યુવાનો એવા હોય છે કે જેનું નાનપણનું સપનું હોય છે કે ભારતીય સીમા ઉપર જઈને દેશની રક્ષા કરે અથવા તો ભારત દેશની અંદર રહીને ખાખી વર્દી પહેરીને દેશની રક્ષા કરે. આ માટે તે નાનપણથી મહેનત શરૂ કરી દેતા હોય છે. ખરેખર આવા પોલીસ કર્મી અને ભારતીય સેનાના જવાનોને સલામ છે. હાલમાં એક એવો હૃદય સ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે આ પોલીસ કર્મી ના વખાણ કરતા થાકશો નહીં.
ખરેખર આ પોલીસ કર્મી રેલવે પોલીસ વિભાગ નો કર્મચારી છે. તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની વાત કરવામાં આવે તો હાલ મધ્યપ્રદેશના કટની રેલવે સ્ટેશન નો એક હૃદય સ્પર્શી વીડિયો સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે રેલવે સ્ટેશન ઉપર એક વૃદ્ધ મહિલા કે જેની ઉંમર ખુબ વધારે હશે તે પોતાની વહીલ ચેર ઉપર રેલ્વે સ્ટેશનના દાદરે બેસેલા હતા અને લોકો પાસે મદદ માંગી રહ્યા હતા.
કે કોઈ તેને મદદ કરીને પ્લેટફોર્મ ઉપર ઉભી રહેલી ટ્રેનમાં બેસાડે પરંતુ લોકો આજુબાજુ માંથી પસાર થતા હતા કોઈ મદદ કરતા ન હતા. એવામાં રેલ્વે પોલીસ અધિકારી એવા આશિષ યાદવ નું ધ્યાન આ મહિલા ઉપર ગયું તેને મહિલા ને પોતાના હાથમાં ઊંચકી લીધા અને વૃદ્ધ મહિલાને દાદરા ઉપરથી નીચે ઉતાર્યા અને ટ્રેનમાં બેસાડી દીધા હતા. આજુબાજુ માંથી જતા લોકો આ પોલીસ જવાન નો વિડીયો ઉતારવા લાગ્યા હતા.
कटनी स्टेशन पर रेल सुरक्षा बल के जवान ने सुनी दिव्यांग बुजुर्ग महिला की पुकार,मां को गोद में उठाकर सीढ़ियों से उतारा,सराहनीय कार्य की चहुंओर तारीफ.@ABPNews@AshwiniVaishnaw@RailMinIndia @wc_railway @drmjabalpur @Manish4all pic.twitter.com/D5UXgsit5a
— AJAY TRIPATHI (ABP NEWS) (@ajay_media) December 29, 2022
પોલીસ જવાનના વખાણ કરી રહ્યા હતા. આ પોલીસ જવાનનું નામ આશિષ યાદવ જાણવા મળ્યું હતું કે જેને ખરેખર એક ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. લોકો પોલીસ જવાનના કાર્યને બિરદાવવા લાગ્યા હતા. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને આવું કાર્ય કરતાં પોલીસ જવાની વાહ વાહ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!