શનીભાઈ ની ગૌભક્તિ ને સલામ ! પ્રિય ગાય નું મૃત્યુ થતા બાર દિવસ રાખશે શોક બારમા દિવસે કરશે પાણીઢોળ, જુઓ વિડીયો.
આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ ત્યાં માત્ર મનુષ્ય જ નહીં અનેક મૂંગા પશુ, પ્રાણીઓ, પક્ષીઓ વસવાટ કરે છે. કેટલાક મૂંગા પશુ, પ્રાણીઓ, પક્ષીઓ એવા હોય છે કે જેના પ્રત્યે મનુષ્યને ખૂબ જ લાગણી સભર સંબંધ બંધાઈ જાય છે અને પોતાના ઘર પરિવારના સભ્યોની જેમ સાચવતા હોય છે. હાલ એક એવો હૃદય સ્પર્શી વિડિયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકોની આંખો પણ ભીની થઈ જશે.
વધુ વિગતે વાત કરીએ તો આ ઘટના સુરત શહેરની છે. જ્યાં શનિભાઈ ભરવાડ નામના એક ગૌશાળા સંચાલક કે જેમની પ્રિય ગાય જમનાનું અચાનક નિધન થઈ જતા શનિભાઈ ભરવાડ રડી પડ્યા હતા. શનિભાઈ ભરવાડ જમના નામની ગૌશાળા સુરત શહેરના અબ્રામા વિસ્તારમાં ચલાવે છે. જમના નામની ગૌશાળામાં જમના નામની ગાય કે શનિભાઈ ને ખુબ પ્રિય ગાય હતી.
જમનાની વાત કરવામાં આવે તો જમનાએ બાર વખત વાછરડાને અને 11 વખત વાછરડીને જન્મ આપ્યો હતો. દુઃખની વાત એ છે કે જમનાએ જ્યારે બારમી વખત વાછરડાને જન્મ આપ્યો ત્યારે ગર્ભાશયને ઈજા થઈ જતા ચાર દિવસથી જમના ગૌમાતાએ જમવાનું પણ છોડી દીધું હતું અંતે જમના ગૌમાતા ભગવાનને પ્યારા થઈ ચૂક્યા હતા. જાણવા મળ્યું કે શની ભાઈ ને જમના પ્રત્યે એટલી લાગણી હતી કે તેને જમનાના અંતિમ સંસ્કાર પણ કર્યા.
12 દિવસ સુધી શોક રાખવામાં આવશે. 12મા દિવસે પાણી ઢોળની વિધિ પણ કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી હતી. શનિભાઈ ભરવાડે જમના ગૌ માતાના મૃત્યુ પછી રોજ રાત્રે ધૂન અને ભજનનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું હતું. શનિભાઈ નો જમના ગાય પ્રત્યેનો આટલો બધો લગાવ જોઈને લોકોની આંખોમાંથી પણ આંસુ આવી ગયા છે.
શનિભાઈ ભરવાડ જમના ના મૃત્યુ પછી તેને ગળે વળગાડીને ચોધાર આંસુએ રડી રહ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો જોઈને ગૌમાતા પ્રત્યે દુઃખની લાગણી પ્રદર્શિત કરી રહ્યા છે. તો શનિભાઈ ની હિંમત ને સલામ પણ કરી રહ્યા છે. આમ એક ગાય માતા પ્રત્યેનો આવો અનોખો પ્રેમ જોઈને આપણને આવા વ્યક્તિઓ ઉપર ગર્વ પણ થતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!