આ પોલીસ ની બહાદુરી ને સલામ ! હથિયાર સાથે ફરતા એક શખ્સ ને બહાદુરી પૂર્વક દબોચી લીધો. જુઓ વિડીયો.

ભારતન માં કેટલાય આવારા તત્વો જાહેર માં તીક્ષ્ણ હથિયારો સાથે ઘુમતા હોય છે. અને કેટલાક નાના લોકો પર ધાક બેસાડતા હોય છે. એવામાં ક્યારેક આવા આવારા તત્વો પોલીસ ની નજરે ચડી જતા હોય છે. એવો જ એક વિડીયો કેરળ રાજ્ય માંથી આવ્યો છે. જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની બહાદુરી સામે આવી છે. જેમાં એક પોલીસ અધિકારી એ એક શખ્સ ને ધારદાર હથિયાર સાથે બહાદુરી પૂર્વક ઝડપી લીધો હતો.

આ એક વિડીયો હાલ માં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો કેરળ રાજ્ય ના કયામકુલમ શહેર નો છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે એક શખ્સ પોતાની ગાડી લઇ ને રોડ ની સાઈડ માં ઉભો છે. અને તેની ગાડી માં એક મોટું તીક્ષ્ણ હથિયાર પણ છે. આ સમયે જ એક પોલીસ ની ગાડી આવે છે. અને તેની બાજુ માં આવી ને ઉભી રહે છે.

પોલીસ ની ગાડી માંથી એક પોલીસ અધિકારી બહાર આવે છે. અને તરત જ પેલા શખ્સ ને દબોચી લે છે. પેલો શખ્સ પોલીસ પર વળતો હુમલો કરે છે. અને બને વચ્ચે હાથાપાઈ થાય છે. પોલીસ અધિકારી બહાદુરી પૂર્વક લડી ને પેલા ને રસ્તા પર દબોચી લે છે. એવામાં આજુબાજુ ના લોકો પોલીસ ની મદદે આવી જાય છે. અને શખ્સ ને પકડી લે છે.જુઓ વિડીયો.

આ વિડીયો જોતા ની સાથે જ પોલીસ અધિકારી ની વાહ ! વાહ ! થવા લાગી હતી. અને સોશિયલ મીડિયા પર પોલીસ અધિકારી ના ખુબ વખાણ લોકો કરી રહ્યા છે. આ પોલીસ અધિકારી નું નામ અરુણકુમાર જાણવા મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.