રેલવે પોલીસ ના આ જવાન ને સલામ છે ! પોતાનો જીવ જોખમ માં નાખી એક વૃધ્ધા ને ટ્રેન અડફેટે આવતા બચાવ્યા. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર દુનિયા ના અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો વીડિયો જોઈ ને આનંદ લેતા હોય છે. હાલ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે વિડીયો ખુબ જ ભયકંર છે. આ વિડીયો એક રેલવે સ્ટેશન નો છે. જ્યાં એક વૃદ્ધ માજી ટ્રેન ની સાથે અથડાતા અથડાતા બચી ગયા હતા. રેલવે પોલીસ ના એક જવાને માજી ને બચાવી લીધા હતા.
આ વિડીયો માં જોઈ શકાય છે કે, રાત ના સમયે એક ટ્રેન ટ્રેક પર આવી રહી છે. એક રેલવે પોલીસ નો જવાન પ્લેટફોર્મ પર ઉભો હતો. આ સમયે પાટા ની બીજી બાજુ થી એક વૃદ્ધ માજી પાટા પસાર કરીને આ બાજુ આવતા હોય છે. રેલવે પોલીસ નો જવાના તેને હાથ ઊંચા કરીને ના પાડે છે છતાં તે વૃદ્ધા એ પાટા પાર કર્યા. જેવા પાટા પાર કરીને પ્લેટફોર્મ નજીક આવ્યા કે, ટ્રેન તેની નજીક આવી ગઈ. એવામાં પોલીસ જવાને માજી ને ટ્રેક પર ટ્રેન આવે તે પહેલા જ ખેંચી લીધા અને માજી બચી ગયા. જુઓ વિડીયો.
आरपीएफ कर्मी की सतर्कता और तत्परता से बचाई गई महिला की जान!
झांसी मंडल के ललितपुर स्टेशन पर पटरी पार कर रही एक बुजुर्ग महिला को वहां तैनात रेलवे सुरक्षाकर्मी ने अपनी जान पर खेलकर बचाया।
सभी से अनुरोध है कि एक से दूसरे प्लेटफॉर्म पर जाने के लिए फुट ओवर ब्रिज का उपयोग करें। pic.twitter.com/HZUCEXvbjs
— Ministry of Railways (@RailMinIndia) June 18, 2022
પોલીસ જવાન ની સુઝબુઝ થી માજી નો જીવ બચી ગયો હતો. ત્યાં થોડી જ વાર માં પેસેન્જરો પણ ત્યાં એકઠા થઇ ગયા હતા. જો ત્યાં પોલીસ જવાન હાજર ના હોત તો માજી અકસ્માત નો ભોગ બની જાત. રેલવે પોલીસ ના આ જવાન ને સલામ છે ! કે તેણે તેનો જીવ ઝોખમ માં નાખી વૃદ્ધા નો જીવ બચાવ્યો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.